01 April, 2025 10:25 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની, સ્ટીફન ફ્લેમિંગ
ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે રાજસ્થાન રૉયલ્સ સામેની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોની વિશે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. સ્ટીફન ફ્લેમિંગ કહે છે કે ‘ધોનીનું શરીર અને તેનાં ઘૂંટણ પહેલાં જેવા નથી રહ્યાં. તે ૧૦ ઓવર સુધી પૂરી તાકાતથી બૅટિંગ કરી શકતો નથી એથી જે-તે દિવસે મૅચનું મૂલ્યાંકન કરે છે અને એ આધારે બૅટિંગ ક્રમ નક્કી કરે છે. જો મૅચ સંતુલિત રહેશે તો તે થોડો વહેલો જશે અને જ્યારે તક મળશે ત્યારે તે અન્ય પ્લેયર્સને ટેકો આપશે, એથી તે સંતુલન જાળવી રહ્યો છે.’