IPLના વધુ બે વેન્યુને મળી ધમકીભરી ઈ-મેઇલ

11 May, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

DDCAને અરુણ જેટલી સ્ટેડિયમમાં બૉમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપતી એક અનામી ઈ-મેઇલ મળી હતી; ચેન્નઈ સુપર કિંગ્સના ગઢ ચેપૉક સ્ટેડિયમમાં ક્રિકેટ ઇવેન્ટ્સનું આયોજન ન કરવા સામે અધિકારીઓને ધમકીભરી ઈ-મેઇલ મળી હતી

મેદાનની ફાઇલ તસવીર

ભારત-પાકિસ્તાન વચ્ચેના તનાવ દરમ્યાન IPL ટીમના હોમ ગ્રાઉન્ડને ધમકીભરી ઈ-મેઇલ મળી રહી છે. ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (અમદાવાદ) અને રાજસ્થાન રૉયલ્સના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (જયપુર)ને આ પ્રકારની ધમકી મળ્યા બાદ વધુ બે વેન્યુને ચોંકાવનારી ઈ-મેઇલ મળી છે.

દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (DDCA)ને અરુણ જેટલી સ્ટેડિયમમાં બૉમ્બ વિસ્ફોટ કરવાની ચેતવણી આપતી એક અનામી ઈ-મેઇલ મળી હતી. દિલ્હી કૅપિટલ્સના આ હોમ ગ્રાઉન્ડમાં બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ સહિત સુરક્ષા દળોને તહેનાત કરીને તપાસ કર્યા બાદ આ ધમકીને અફવા જાહેર કરવામાં આવી હતી. ચેન્નઈ સુપર કિંગ્સના ગઢ ચેપૉક સ્ટેડિયમમાં ક્રિકેટ ઇવેન્ટ્સનું આયોજન ન કરવા સામે અધિકારીઓને ધમકીભરી ઈ-મેઇલ મળી હતી, જેને કારણે સુરક્ષા કડક કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી હતી.

IPLની બાકીની ૧૬ મૅચ ક્યાં રમવાનું આયોજન હતું?

હૈદરાબાદ

અમદાવાદ

કલકત્તા

લખનઉ

બૅન્ગલોર

દિલ્હી

ચેન્નઈ

જયપુર

મુંબઈ

 

indian premier league IPL 2025 new delhi chennai chennai super kings delhi capitals cricket news sports sports news bomb threat