IPL 2024: સુનીલની સુનામી બાદ બટલર બન્યો બાઝીગર

17 April, 2024 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૫૦૪મી ટી૨૦ મૅચમાં કરિયરની પ્રથમ સેન્ચુરીની નારાયણની કમાલ બાદ બટરલે જોશ બતાવતા રાજસ્થાને આઇપીએલમાં સૌથી મોટા સ્કોરના ચેઝના પોતાના જ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

આઇપીએલ (IPL 2024)માં ગઈ કાલે ૩૧મી લીગ મૅચમાં વધુ એક થ્રીલર જંગમાં કલકત્તા નાઈટ રાઈડર્સને છેલ્લા બૉલે હરાવીને રાજસ્થના રૉયલ્સે સાત મૅચમાં ૬ જીત સાથે કુલ ૧૨ પૉઇન્ટ અને ૦.૬૬૭ની રનરેટ સાથે પૉઇન્ટ ટેબલ પર ટૉપનું સ્થાન મજબૂત કરી લીધું હતું.

કલકત્તાએ સુનીલ નારાયણની ટી૨૦ (IPL 2024) કરિયરની ૫૦૪મી મૅચમાં પ્રથમ સેન્ચુરીના દમ પર ૬ વિકેટે ૨૨૩ રનનો જંગી સ્કોર બનાવીને ટેબલ પૉઇન્ટ પર ટૉચ પર પહોચવાનો તખ્તો તૈયાર કરી લીધો હતો. પણ જોસ બટલરે ૬૦ બૉલમાં અણનમ ૧૦૭ રન ફટકારીને રાજસ્થાનને ટૉપના સિંહાસને નીચે ઉતારવું આસાન નથી એનો ઈશારો બધી ટીમોને આપી દીધો હતો.

રાજસ્થાને ટૉસ જીતી (IPL 2024)ને કલકત્તાને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ફિલ સૉલ્ટ (૧૦), શ્રેયર અય્યર (૧૧), ઍન્દ્રે રસેલ (૧૩) કોઈ ખાસ કમાલ નહોતા કરી શક્યા બાદ સુનીલ નારાયણે તેનું ફોર્મ જાળવી રાખતા ૬ સિક્સર અને ૧૩ ફોર સાથે ૫૬ બૉલમાં ૧૦૯ રનની અફલાતુન ઇનિંગ્સ રમીને કલકત્તાને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૨૩ રન સુધી પહોચાડી દીધા હતાં. ૫૦૪મી ટી૨૦ મૅચમાં નારાયણની આ પહેલી સેન્ચુરી ટી૨૦ સેન્ચુરી હતી. નારાયણને અંગક્રિશ (૧૮ બૉલમાં ૩૦ રન) અને રિન્કુ સિંહ (૯ બૉલમાં અણનમ ૨૦ રન)નો ઉપયોગ સાથ મળ્યો હતો. હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમા કલકત્તા નાઇટ રાઇડર્સ વતી સેન્ચુરી ફટકારનાર સુનીલ નારાયણ પ્રથમ પ્લેયર બની ગયો હતો. ઇડનમાં કલકત્તાની આ ૮૪મી મૅચ હતી.

જોસ ઇઝ ધ બૉસ

૨૨૪ રનના મસમોટા ટાર્ગેટ સામે રાજસ્થાને એક સમયે ૧૨.૨ ઓવરમાં ૧૨૧ રનના ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે એવું લાગી રહ્યું હતું કે હવે તો મૅચમાં માત્ર ઓપચારિકતા જ બાકી છે અને રાજસ્થાન ૫૦ રનની આસપાસના માર્જિનથી હારશે. પણ ત્યારબાદ બટરલને લગામ તેના હાથમાં લઈ લીધી અને ૬ સિક્સર અને ૯ ફોરની રમઝટ સાથે ૬૦ બૉલમાં ૧૦૭ રન ફટકારીને મૅચમાં છેલ્લા બૉલે રાજસ્થાને રોમાંચક વિજય અપાવ્યો હતો. કલકત્તા ટીમને અને ઇડન ગાર્ડન્સના હાજર હજારો ફૅન્સને સ્તબ્ધ થઈ ગયા હતાં અને તેમને સમજાયું જ નહીં કે હાથમાં આવેલી બાઝી કેવી રીતે ઝૂટવાઈ ગઈ.

ગેઇલને પછાડ્યો બટલરે

બટલરની આઇપીએલની આ સાતમી સેન્ચુરી હતી. આ સાથે એ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ક્રિસ ગેઇલ (૬)ની પાછળ રાખીને બીજા નંબરે પહોંચી ગયો હતો. વિરાટ કોહલી ૮ સેન્ચુરી સાથે ટૉપમાં છે.

ટી૨૦ ક્રિકેટમાં બટલરની આ આઠમી સેન્ચુરી હતી. આ સાથે એ ટી૨૦ ક્રિકેટમાંથી સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર ઇંગ્લૅન્ડનો ખેલાડી બની ગયો છે. ઓવરઑલ એ આ મામલે ક્રિસ ગેઇલ (૨૨), બાબર આઝમ (૧૧) અને વિરાટ કોહલી (૯) બાદ ચોથા ક્રમાંકે છે. 

પોતાના જ રેકોર્ડની કરી બરાબરી

રાજસ્થાને ઇડન ગાર્ડન્સમાં ૨૨૪ રનનો ટાર્ગેટ ચેઝ કરીને આઇપીએલમાં સૌથી મોટા સ્કોરના સફળતાપૂર્વક ચેઝના પોતાના જ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. રાજસ્થાને ૨૦૨૦માં શારજાહમાં પંજાબ સામે આ કમાલ કરી હતી.

રાજસ્થાને ૧૫મી ઓવરની શરૂઆત થઈ ત્યારે ૩૬ બૉલમાં ૯૬ રનની જરૂરીયાત હતી. રાજસ્થાને એ ટાર્ગેટ હાંસિલ કરીને આઇપીએલમાં છેલ્લી છ ઓવરમાં સૌથી વધુ રન ચેઝ કરનાર ટીમ બની ગઈ છે. આ પહેલાનો રેકોર્ડ પણ રાજસ્થાન સામે હતો, તેમણે ૨૦૨૦માં પંજાબ સામે છેલ્લી છ ઓવરમાં ૯૨ રન સફળતાપૂર્વક ચેઝ કર્યા હતાં.

ચેઝ કરતી વખતે બટલરની સૌથી વધુ ત્રીજી સેન્ચુરી હતી. અત્યાર સુધી વિરાટ કોહલી, બેન સ્ટૉક્સ અને બટલર સફળતાપૂર્વક ચેઝમાં બે-બે સેન્ચુરી સાથે જોઈન્ટ રેકોર્ડ ધરાવતા હતાં.

પાંચ વિકેટ અને સેન્ચુરી, નારાયણ પ્રથમ

આઇપીએલના ઇતિહાસમાં પાંચ વિકેટની અને સેન્ચુરીની કમાલ કરનાર સુનીલ નારાયણ પ્રથમ ખેલાડી બની ગયો હતો. નારાયણને ૨૦૧૨માં પંજાબ સામે ૧૯ રનમાં પાંચ વિકેટ લીધી હતી અને મંગળવારે રાજસ્થાન સામે સેન્ચુરી ફટકારી હતી.

એક જ મૅચમાં સેન્ચુરી અને એક કરતા વધુ વિકેટ લેનાર નારાયણ (૧૦૯ રન અને ૩૦ રનમાં બે વિકેટ) આઇપીએલનો ત્રીજો ખેલાડી બની ગયો હતો. આ પહેલા આ કમાલ ક્રિસ ગેઇલ (બેવાર, ૨૦૧૧માં પંજાબ સામે અને ૨૦૧૩માં પુણે વૉરિયસ સામે) અને શેન વૉટસન (૨૦૧૫માં કલકત્તા સામે) કરી ચુક્યા છે. નારાયણ એક જ આઇપીએલ મૅચમાં સેન્ચુરી, સેન્ચુરી અને કૅચ પડકનાર પ્રથમ ખેલાડી બની ગયો હતો.

આઇપીએલમાં સેન્ચુરી અને હૅટ-ટ્રિક બન્નેની કમાલ કરનાર નારાયણ રોહિત શર્મા અને શેન વૉટસન બાદ ત્રીજો ખેલાડી બની ગયો હતો.

હવે ટક્કર કોની સામે?

રાજસ્થાન હવે સોમવારે જયપુરમાં મુંબઈ સામે અને કલકત્તા રવિવારે ઇડન ગાર્ડન્સમાં જ બૅન્ગલોર સામે ટકારાશે.

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ મૅચ જીત હાર પૉઇન્ટ રનરેટ
રાજસ્થાન ૧૨ ૦.૬૭૭
કલકત્તા ૧.૩૯૯
ચેન્નઈ ૦.૭૨૬
હૈદરાબાદ ૦.૫૦૨
લખનઉ ૦.૦૩૮
ગુજરાત -૦.૬૩૭
પંજાબ -૦.૨૧૮
મુંબઈ -૦.૨૩૪
દિલ્હી -૦.૯૭૫
બૅન્ગલોર -૧.૧૮૫

નંબર ગૅમ
3 - આઇપીએલમાં કલકત્તા વતી સેન્ચુરી ફટકારનાર નારાયણ બ્રેન્ડન મૅક્કલમ (અણનમ ૧૫૮) અને વેન્ક્ટેશ અય્યર (૧૦૪) બાદ ત્રીજો ખેલાડી બની ગયો હતો. જો્કે હોમ-ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં સેન્ચુરી ફટકાર કલકત્તાનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

103 - રાજસ્થાને મંગળવારે તેની છઠ્ઠી વિકેટ પડ્યા બાદ કુલ ૧૦૩ રન બનાવીને જીત મેળવી હતી. આઇપીએલમાં છઠ્ઠી વિકેટ ગુમાવ્યા બાદ ૧૦૦ પ્લસ રન બનાવી જીત મેળવનાર પ્રથમ ટીમ બની ગઈ હતી. આ મામલે આ પહેલાનો રેકોર્ડ ૯૧ રનનો બૅન્ગલોરના નામે હતો, જે તેમણે ૨૦૧૬માં ગુજરાત લાયન્સ સામે બનાવ્યા હતાં. 

rajasthan royals kolkata knight riders IPL 2024 indian premier league cricket news sports sports news