દિલ્હી કૅપિટલ્સ ઍકૅડેમીનાં ૩૦૦ બાળકોએ નજીકથી જોઈ પંત ઍન્ડ કંપનીની ટ્રેઇનિંગ

25 April, 2024 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓએ સ્ટૅન્ડમાં મુખ્ય કોચ રિકી પૉન્ટિંગ અને ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલી સાથે વાતચીત પણ કરી હતી.

દિલ્લી કપિટલ્સની ટીમ

દિલ્હી કૅપિટલ્સે મંગળવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામેની તેમની બુધવારની મૅચ પહેલાં  ટ્રેઇનિંગ-સેશનમાં દિલ્હી કૅપિટલ્સ ઍકૅડેમીનાં બાળકોને તેમની ટીમ જોવા આવકાર્યાં હતાં. રિષભ પંત ઍન્ડ કંપનીની ટ્રેઇનિંગ દરમ્યાન તેમણે ડેવિડ વૉર્નર અને જેક ફ્રેઝર-મૅક્‍ગર્કની સિક્સરનો આનંદ માણ્યો હતો. તેઓએ સ્ટૅન્ડમાં મુખ્ય કોચ રિકી પૉન્ટિંગ અને ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલી સાથે વાતચીત પણ કરી હતી.

sports cricket news delhi capitals IPL 2024 sourav ganguly sports news