16 May, 2023 10:42 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ ફાઇલ તસવીર
લખનઉમાં આજે મુંબઈ ઇન્ડિયન્સની લખનઉ સામે મૅચ છે જેમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, રોહિત શર્મા, નેહલ વઢેરા, કૅમેરન ગ્રીન, વિષ્ણુ વિનોદ અને ટિમ ડેવિડે લખનઉના સ્પિનર્સ રવિ બિશ્નોઈ, અમિત મિશ્રા, કૃણાલ પંડ્યા વગેરેનો સામનો કરવો પડશે અને એમાં મુંબઈની વિજયની રફતારને બ્રેક લાગી શકે. એક પછી એક મૅચમાં ૨૦૦-પ્લસનો લક્ષ્યાંક ચેઝ કરી લેવાનો વિક્રમ કરનાર મુંબઈની ટીમે આજે લખનઉની સ્લો અને ટફ પિચ પર રમવાનું છે.