DC vs PBKS : લિઆમ લિવિંગસ્ટનની કમાલ વચ્ચે હાઇએસ્ટ સિક્સર્સનો તૂટ્યો રેકૉર્ડ

17 May, 2022 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે એક જ આઇપીએલ સીઝનમાં સૌથી વધુ ૮૭૨ સિક્સર્સનો વિક્રમ તૂટ્યો હતો

તસવીર : બીસીસીઆઇ/આઇપીએલ

ડી. વાય. પાટીલમાં ગઈ કાલે પંજાબ સામે દિલ્હીએ ૭ વિકેટે ૧૫૯ રન બનાવીને મયંકની ટીમને ૧૬૦ રનનો જે પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો એ ઇનિંગ્સ દરમ્યાન કેટલીક હટકે ઘટના બની હતી. દિલ્હીની ત્રણ વિકેટ લેનાર સ્પિનર લિઆમ લિવિંગસ્ટને એક વિકેટ લીધી ત્યારે કૅપ્ટન મયંક અગરવાલ તેના પર ટિંગાઈ ગયો હતો. લિવિંગસ્ટને દાવના પહેલા જ બૉલમાં દિલ્હીના ઓપનર વૉર્નરને આઉટ કરીને ધમાલ મચાવી દીધી હતી. ગઈ કાલે એક જ આઇપીએલ સીઝનમાં સૌથી વધુ ૮૭૨ સિક્સર્સનો વિક્રમ તૂટ્યો હતો. આ સીઝનમાં કુલ સિક્સરની સંખ્યા ૧૦૦૦ ઉપર પહોંચશે તો નવાઈ નહીં લાગે.

sports sports news cricket news indian premier league ipl 2022 punjab kings delhi capitals