LSG vs RR : આજે લખનઉ જીતી જાય તો પ્લે-ઑફમાં, રાજસ્થાનને લગોલગ પહોંચવાનો મોકો

15 May, 2022 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન આજે જીતશે તો નૉકઆઉટ રાઉન્ડની લગોલગ પહોંચી ગઈ કહેવાશે

સંજુ સેમસન, કેએલ રાહુલ

આઇપીએલની ૧૫મી સીઝનમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યાથી જે ૬૩મી મૅચ રમાશે એ નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ (૧૬ પૉઇન્ટ) માટે ઐતિહાસિક બની શકે, કારણ કે રાજસ્થાન રૉયલ્સ (૧૪ પૉઇન્ટ) સામેનો આ મુકાબલો જો લખનઉ જીતશે તો પ્લે-ઑફમાં જનારી બીજી ટીમ બનશે. માત્ર બીજી જ નહીં, પણ ગુજરાત ટાઇટન્સ (૧૮ પૉઇન્ટ)ની જેમ વધુ એક નવી ટીમ પ્લે-ઑફમાં પહોંચી કહેવાશે. બીજી બાજુ, રાજસ્થાન આજે જીતશે તો નૉકઆઉટ રાઉન્ડની લગોલગ પહોંચી ગઈ કહેવાશે.

૧૦મી મેએ પુણેમાં ગુજરાતની ટીમ લખનઉને ૬૨ રનથી હરાવીને પ્લે-ઑફમાં પહોંચી ગઈ હતી. જોકે કે. એલ. રાહુલના સુકાનવાળી એક સમયની નંબર-વન લખનઉની ટીમ ફક્ત ૮૨ રન બનાવ્યા પછી જોવી પડેલી એ હારના આઘાતને પચાવીને આજે ગમે એમ કરીને જીતીને લાસ્ટ-ફોરના તબક્કામાં પહોંચવા કોઈ કસર નહીં છોડે. એ માટે ખુદ રાહુલે અને સાથી-ઓપનર ક્વિન્ટન ડિકૉકે આજે ફરી સારું રમવું પડશે.

sports sports news cricket news indian premier league ipl 2022 lucknow super giants rajasthan royals