LSG vs RR : પરાગે વિવાદ વહોર્યો

17 May, 2022 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લખનઉના સ્ટોઇનિસનો તેણે કૅચ પકડ્યો હોવાનો દાવો કર્યો હતો

રિયાન પરાગ

રવિવારે બ્રેબર્નમાં લખનઉ સામેની મૅચમાં રાજસ્થાનના રિયાન પરાગે હાથે કરીને વિવાદ વહોર્યો હતો. લખનઉના સ્ટોઇનિસનો તેણે કૅચ પકડ્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બૉલ નીચે અડી ગયો હોવાથી થર્ડ અમ્પાયરે એ કૅચ નકાર્યો હતો. પરાગ એ નિર્ણયથી નારાજ હતો. થોડી વાર પછી સ્ટોઇનિસે ૨૭ રને ફરી વાર ઊંચો શૉટ માર્યો હતો અને લૉન્ગ-ઑન પર પરાગ કૅચ પકડવા દોડ્યો હતો. પરાગે કૅચ પકડી લીધો હતો અને પછી અમ્પાયરની હાંસી ઉડાવતો હોય એમ બૉલને મેદાન પર મૂકતો હોવાની ઍક્ટિંગ કરી હતી અને પછી ઊભા થઈ કૅચ પકડ્યો જ હોવાનો સાથીને સંકેત આપ્યો હતો. પરાગના આ વર્તનની ટીકા થઈ હતી. 

sports sports news cricket news indian premier league ipl 2022 rajasthan royals lucknow super giants