ગૌતમ ગંભીર આઇપીએલની લખનઉ ટીમનો મેન્ટર

19 December, 2021 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીના સંસદસભ્ય ગંભીરે ખેલાડી તરીકેની કરીઅર દરમ્યાન કલકત્તા નાઇટ રાઇડર્સને બે ટાઇટલ અપાવ્યાં હતાં

ગૌતમ ગંભીર

આઇપીએલમાં તાજેતરમાં ૭૦૯૦ કરોડ રૂપિયામાં લખનઉની ટીમ ખરીદનાર સંજીવ ગોએન્કાની માલિકીના ગ્રુપે ગઈ કાલે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમના મેન્ટર (માર્ગદર્શક) તરીકે નીમ્યો હતો. એ રીતે ગંભીરે આઇપીએલમાં કમબૅક કર્યું છે.
બીજેપીના સંસદસભ્ય ગંભીરે ખેલાડી તરીકેની કરીઅર દરમ્યાન કલકત્તા નાઇટ રાઇડર્સને બે ટાઇટલ અપાવ્યાં હતાં. આ ટીમને નામ આપવાનું હજી બાકી છે. ગંભીરે ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું હતું કે ‘મારામાં ગમેએમ કરીને જીતવાની અને બધાના દિલોદિમાગ પર ઊંડી છાપ પાડવાની ઇચ્છાશક્તિ હજીયે પહેલાં જેવી જ ઉગ્ર છે. હું ડ્રેસિંગરૂમમાં જગ્યા મેળવવા માટે ભલે હરીફાઈ નહીં કરું, પણ ઉત્તર પ્રદેશના જોશ અને ઝનૂન માટે જરૂર લડીશ.’
૪૦ વર્ષનો ગંભીર ભારત વતી ૫૮ ટેસ્ટ, ૧૪૭ વન-ડે અને ૩૭ ટી૨૦ રમ્યો હતો.

sports sports news cricket news indian premier league ipl 2022 lucknow gautam gambhir