IPL 2022 : વનડાઉન અશ્વિનના ટી૨૦માં પ્રથમ ફિફ્ટી

12 May, 2022 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં તેણે જે ૫૦ રન કર્યા હતા એ ટીમમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો

રવિચન્દ્રન અશ્વિન

રવિચન્દ્રન અશ્વિને (૫૦ રન, ૩૮ બૉલ, બે સિક્સર, ચાર ફોર) ગઈ કાલે ટી૨૦ ક્રિકેટમાં પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી હતી. તે વનડાઉનમાં રમ્યો હતો. દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં તેણે જે ૫૦ રન કર્યા હતા એ ટીમમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો. દેવદત્ત પડિક્કલ (૪૮ રન, ૩૦ બૉલ, બે સિક્સર, છ ફોર) સાથે અશ્વિનની ત્રીજી વિકેટ માટે ૫૩ રનની ભાગીદારી થઈ હતી. દિલ્હીના ચેતન સાકરિયા, ઍન્રિક નોર્કિયા અને મિચલ માર્શની બે-બે વિકેટને કારણે રાજસ્થાનની ટીમ ૬ વિકેટે ૧૬૦ રન બનાવી શકી હતી. ઓપનર અને આ સીઝનના સુપરસ્ટાર બૅટર જૉસ બટલરને સાકરિયાએ માત્ર ૭ રને શાર્દુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

sports sports news cricket news indian premier league ipl 2022 rajasthan royals delhi capitals ravichandran ashwin