IPL 2021: બાકી રહેલી મેચો સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં UAEમાં રમાશે

23 May, 2021 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૧૪મી સીઝનની ૩૧ મેચ હજી બાકી છે

ફાઈલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝન એટલે કે IPL 2021નું આ વર્ગે એપ્રિલ-મે મહિનામાં ભારતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા વચ્ચેથી ટુર્નામેન્ટ સ્થગિત કરવામાં આવી હતી. હવે સીઝનની બાકી રહેલી ૩૧ મેચ ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઑક્ટોબર દરમિયાન યુનાઈટેડ અરબ અમિરાટ્સ (United Arab Emirates)માં યોજાવાની છે. આખરે, બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઈન ઈન્ડિયા (Board of Control for Cricket in India - BCCI)ને આઈપીએલની બાકી રહેલી મેચો માટે બીજી વિન્ડો મળી ગઈ છે.

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, આઇપીએલ 2021ની સીઝન 29 મેચો પછી જ સીઝન કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. 60માંથી 31 મેચ હજી બાકી છે. યુએઈમાં આઈપીએલ થઈ ચુકી છે અને આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટની હાલની સીઝન ત્યાં જ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, બાકી રહેલી ૩૧ મેચો ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઑક્ટોબર દરમિયાન યોજાઈ શકે છે.

રિપોર્ટ મુજબ, BCCI યુએઈમાં યોજાનારી બાકીની આઈપીએલની મેચોનું શેડ્યુલ ૨૯મેના તપજ જાહેર કરી શકે છે. આ દિવસે બોર્ડની વિશેષ સામાન્ય બેઠક યોજાવાની છે અને તેમા જ નિર્ણય લેવાશે તેવી શક્યતા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચોથી ઑગસ્ટથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવાની છે. બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે ૯ દિવસનો ગેપ છે. જો આ ગેપ ઘટાડીને ચાર દિવસ કરવામાં આવે તો બોર્ડને આઈપીએલ મેચ કરાવવા માટે વધુ દિવસ મળશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને બીસીસીઆઈ આ અંગે રણનીતિ ઘડી રહ્યાં છે.

આઈપીએલની બાકીની મેચોનું શું થાય છે એ તો હવે ૨૯ મએ પછી જ ખબર પડશે.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings mumbai indians kolkata knight riders sunrisers hyderabad rajasthan royals punjab kings royal challengers bangalore delhi capitals