ધવન-રબાડાએ દિલ્હીને ટોચ પર પહોંચાડ્યું

03 May, 2021 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મયંક અગરવાલની કૅપ્ટન્સ ઇનિંગ્સ કામ ન લાગી

દિલ્હી કૅપિટલ્સના શિખર ધવને ફટકાર્યા નૉટઆઉટ ૬૯ રન.

અમદાવાદમાં ગઈ કાલે રમાયેલી મૅચમાં દિલ્હીએ પંજાબને ૭ વિકેટે હરાવ્યું હતું. પંજાબે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતાં દિલ્હીએ પહેલી વિકેટ માટે પૃથ્વી શૉ (૩૯) અને શિખર ધવન (નૉટઆઉટ ૬૯) વચ્ચે ૬૩ રનની પાર્ટનરશિપ થઈ હતી. ત્યાર બાદ આવેલા સ્મિથ (૨૪) અને પંતે પણ ૧૪ રનનું યોગદાન આપ્યું હતું. આમ રબાડાની વેધક બોલિંગ અને ધવનની નૉટઆઉટ ઇનિંગ્સને કારણે દિલ્હી પપૉઇન્ટ ટેબલ પર ટોચ પર પહોંચી ગયું છે.

ટૂંકો સ્કોર
પંજાબ - ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૬ રન (મયંક અગરવાલ ૯૯ નૉટઆઉટ, મલાન ૨૬, ગેઇલ ૧૩, પ્રભસિમરન ૧૨, રબાડા ૩૬/૩, અક્ષર ૨૧/૧) સામે દિલ્હી (૧૭.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૬૭ રનમાં ધવન ૬૯ નૉટઆઉટ, પૃથ્વી ૩૯, સ્મિથ ૨૪, હૅટમાયર ૧૬ નૉટઆઉટ. હરપ્રીત ૧૯/૧, જૉર્ડન ૨૧/૧)નો ૭ વિકેટે વિજય.

cricket news sports news ipl 2021 indian premier league kagiso rabada shikhar dhawan delhi capitals punjab kings