MS Dhoniએ પોતાના ઘરે જતાં પહેલા મૂકી આ શરત, જાણો પછી શું થયું...

06 May, 2021 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ખેલાડીઓને ઘરે મોકલવાની વ્યવસ્થા બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે, પણ આ દરમિયાન એવી ઘટના સામે આવી છે જેણે સાબિત કર્યું કે, માહી પોતાના સાથી ખેલાડીઓની કેટલી ચિંતા કરે છે.

મહેન્દ્ર સિંહ ધોની (ફાઇલ ફોટો)

મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબી જ તેને સ્પેશિયલ બનાવે છે અને એક વાર ફરીથી આ વાત સામે આવી છે, તે કેમ કૅપ્ટન્સમાં કૅપ્ટન છે અને તેના સાથી ખેલાડીઓ કેમ તેને આટલું પસંદ કરે છે. ધોની એક શાનદાર કૅપ્ટન છે જ સાથે જ તે એક બહેતર માનવ પણ છે. કોવિડ-19ને કારણે આઇપીએલ 2021ના આયોજન વચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું અને તેના પછી બધા ખેલાડીને પોત-પોતાના ઘરે જવા કહેવામાં આવ્યું. ખેલાડીઓને ઘરે મોકલવાની વ્યવસ્થા બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે, પણ આ દરમિયાન એવી ઘટના સામે આવી છે જેણે સાબિત કર્યું કે, માહી પોતાના સાથી ખેલાડીઓની કેટલી ચિંતા કરે છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપૉર્ટ પ્રમાણે ધોનીની પ્રાથમિકતા એ છે કે, સૌથી પહેલા તેની ટીમના વિદેશી ખેલાડીની સાથે સાથે ઘરગથ્થૂ ખેલાડીઓને પણ ઘરે પહોંચાડવામાં આવે અને તેના પછી જ તે રાંચી માટે નીકળશે. સીએસકેના એક સભ્યએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે, તે હોટલ છોડનારી છેલ્લી વ્યક્તિ હશે. તે ઇચ્છે છે કે, વિદેશી ખેલાડીઓને પહેલા મોકલવામાં આવે અને ત્યાર બાદ ઘરગથ્થૂ ખેલાડીઓને તેમના ઘરે સેફ પહોંચાડવામાં આવે. તો પોતાના ઘર માટે ફ્લાઇટ ત્યારે પકડશે જ્યારે બધાં ખેલાડી પોત-પોતાના ઘરે સુરક્ષિત પહોંચી જશે.

વિદેશી ખેલાડીઓને ઘરે પાછા મોકલવા બીસીસીઆઇ માટે મોટો પડકાર છે, પણ સીએસકેના મોટાભાગના વિદેશી ખેલાડીઓ પાછા મોકલી દેવામાં આવ્યા છે. તો બુધવારે ભારતીય ખેલાડીઓ માટે સીએસકેએ ચાર્ટર્ડ ફ્લાઇટની ગોઠવણ કરી છે જેમાં તેમને દિલ્હીથી રાજકોટ, મુંબઇ, બૅંગ્લોર અને ચેન્નઇ મોકલવામાં આવશે. ધોની સૌથી છેલ્લે પોતાના ઘરે રાંચી માટે નીકળશે. એક રિપૉર્ટ પ્રમાણે મુંબઇ ઇન્ડિયન અને પંજાબ કિંગ્સે પોતાના ખેલાડીઓને મોકલવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટની ગોઠવણ કરી છે જ્યારે રાજસ્થાન, કોલકાતા તેમજ હૈદરાબાદે પોતાના ખેલાડીઓને કમર્શિયલ ફ્લાઇટ દ્વારા મોકલ્યા છે. ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને છોડીને આશા દર્શાવવામાં આવી રહી છે કે, લીગમાં ભાગ લેનારા બધા ખેલાડી ગુરુવાર સુધી પોતાના ઘરે પહોંચી જશે.

sports news sports cricket news ipl 2021