વૉર્નરની હકાલપટ્ટી, વિલિયમસન હૈદરાબાદનો નવો કૅપ્ટન

02 May, 2021 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઓપનરના અને ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે મૅનેજમેન્ટે સીઝનની મધ્યમાં લીધો મોટો નિર્ણય ઃ આજે રાજસ્થાન સામે મુકાબલો

કેન વિલિયમસન

આઇપીએલના ડબલ હેડરમાં આજે દિલ્હીમાં પહેલો મુકાબલો (બપોરે ૩.૩૦ વાગ્યે) રમાય એ પહેલાં ગઈ કાલે હૈદરાબાદની ટીમે મોટો ધડાકો કરી દીધો હતો. ટીમના કૅપ્ટન વૉર્નરને કૅપ્ટનપદેથી હટાવીને કેન વિલિયમસનને જવાબદારી સોંપી દીધી હતી. વૉર્નર પરના બે વર્ષના બૅન દરમ્યાન ૨૦૧૮ અને ૨૦૧૯માં વિલિયમસન હૈદરાબાદનો કૅપ્ટન રહી ચૂક્યો છે. 

આ ડેવલપમેન્ટની જાહેરાત કરતાં એક સ્ટેટમેન્ટમાં હૈદરાબાદે કહ્યું કે સનરાઇઝર્સ હૈદરાબાદ જાહેર કરી રહ્યું છે કે આવતી કાલની મૅચ અને આઇપીએલની બાકીની મૅચમાં કેન વિલિયમસન કૅપ્ટન હશે. આ નિર્ણય લેવો અમારા માટે આસાન નહોતો, કેમ કે મૅનેજમેન્ટ એ વાતનું સન્માન કરે છે કે ડેવિડ વૉર્નરે ઘણાં વર્ષોથી ફ્રૅન્ચાઇઝીની સેવા કરી છે. હવે અમે બાકીની મૅચ માટે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે અમને વિશ્વાસ છે કે ડેવિડ મેદાનમાં અને મેદાનની બહાર પણ ટીમની સફળતા માટે પ્રયાસ કરતો રહેશે. 

આ ઉપરાંત હૈદરાબાદ ટીમે વધુમાં રાજસ્થાન મૅચ માટે વિદેશી ખેલાડીઓના કૉમ્બિનેશનમાં પણ ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આથી એવી ચર્ચા પણ થવા લાગી છે કે કદાચ વૉર્નરને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ ડ્રૉપ કરવામાં આવે. વૉર્નરની જગ્યાએ જેશન રૉય અથવા જેશન હોલ્ડરનો સમાવેશ થઈ શકે છે. 

છેલ્લા સ્થાને છે હૈદરાબાદ
હૈદરાબાદે છમાંથી પાંચ મૅચમાં હારીને પૉઇન્ટ ટેબલ પર આઠમા અને છેલ્લા સ્થાને છે. ઉપરાંત કૅપ્ટન વૉર્નરે પણ ૧૯૩ રન જ બનાવી શક્યો છે અને એ પણ ધીમી ૧૧૯ના સ્ટ્રાઇક રેટ સાથે. છેલ્લે ચેન્નઈ સામેની હાર માટે વૉર્નરે સ્વીકાર પણ કર્યો હતો કે ટીમને તેની ધીમી રમતને લીધે હાર જોવી પડી હતી. 

ઉપરાંત વૉર્નરની હકાલપટ્ટી માટે એક મોટું એ પણ છે થોડા દિવસ પહેલાં પ્લેઇંગ ઇલેવનમાં મનીષ પાન્ડેને ન સમાવવા બદલ વૉર્નરે જાહેરમાં ટીમ સિલેક્ટરોને દોષી ઠેરવ્યા હતા.    

વૉર્નર અને ટીમના ડિરેક્ટર ઑસ્ટ્રેલિયન ટૉમ મૂડી વચ્ચે ઘણા સમયથી સંબંધ વણસી ગયા છે અને બન્ને એકબીજા સાથે વાતચીત પણ ન કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

૨૦૧૬માં બનાવ્યું હતું ચૅમ્પિયન
આઇપીએલમાં ૨૦૧૫થી અત્યાર સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની ૬૭ મૅચમાં વૉર્નરે કૅપ્ટન્સી કરી છે, જેમાંથી ૩૫ જીત્યો છે, ૩૦ હાર્યો છે અને બે મૅચ ટાઇ થઈ હતી. ૨૦૧૬માં વૉર્નરના નેતૃત્વમાં જ હૈદરાબાદ ચૅમ્પિયન બન્યું હતું. 

કેન વિલિયમસન ફિટ ન હોવાને લીધે શરૂઆતની ત્રણ મૅચ નહોતો રમ્યો, પણ ત્યાર બાદ ૩ મૅચમાં તેણે ૧૦૮ રન બનાવ્યા છે. હવે આજથી કૅપ્ટન તરીકે મેદાનમાં ઊતરનાર વિલિયમસન આ પહેલાં ૨૦૧૮ અને ૨૦૧૯માં ટીમની કમાન સંભાળી ચૂ્કયો છે. વિલિયમસનની કૅપ્ટન્સીમાં હૈદરાબાદ અત્યાર સુધી ૨૬ મૅચ રમ્યું છે જેમાંથી ૧૪ જીત્યું છે અને ૧૧ હાર્યું છે, જ્યારે એક મૅચ ટાઇ 
થઈ હતી. 

ગયા વર્ષે કલકત્તાએ કર્યું હતું
ગઈ સીઝનમાં કલકત્તાએ ટીમના નબળા પર્ફોર્મન્સને લીધે ચાલુ સીઝનમાં દિનેશ કાર્તિકને હટાવીને ઇઓન મૉર્ગનને જવાબદારી સોંપી હતી. જોકે તેનો ખાસ કોઈ ફાયદો નહોતો થયો અને ટીમ પ્લેઑફમાં પણ નહોતી પહોંચી શકી. 

શું નવો કૅપ્ટન બદલી શકશે પરિણામ?
આજે રાજસ્થાન સામે નવા કૅપ્ટન કેન વિલિયમસનના નેતૃત્વમાં હૈદરાબાદ મેદાનમાં ઊતરવાનું છે. છમાંથી પાંચ હારીને સ્ટ્રગલ કરી રહેલા હૈદરાબાદ માટે શું આજે નવો કૅપ્ટન પરિણામ બદલી શકશે ખરો. બીજું, રાજસ્થાન પણ કોઈ ખાસ ફૉર્મમાં નથી અને એણે છમાંથી માત્ર બે જ મૅચ જીત્યું છે અને હૈદરાબાદ કરતાં એક સ્થાન ઉપર સાતમા નંબરે છે. 
બન્ને ટીમ એકસરખી સમસ્યામાંથી પસાર થઈ રહી છે અને એ છે 

sunrisers hyderabad kane williamson david warner cricket news sports news ipl 2021 indian premier league