બૅન્ગલોર સામેની હારથી વૉર્નર હતાશ

16 April, 2021 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોર સામે ૬ રનથી મળેલી હાર હૈદરાબાદના કપ્તાન ડેવિડ વૉર્નરને હજમ નથી થઈ રહી. ૧૫૦ રનના લક્ષ્યને હાંસલ કરવા ઊતરેલા હૈદરાબાદને શાહબાઝની ૧૭મી ઓવર ભારે પડી હતી અને ટીમે એ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

ડેવિડ વૉર્નર

બૅન્ગલોર સામે ૬ રનથી મળેલી હાર હૈદરાબાદના કપ્તાન ડેવિડ વૉર્નરને હજમ નથી થઈ રહી. ૧૫૦ રનના લક્ષ્યને હાંસલ કરવા ઊતરેલા હૈદરાબાદને શાહબાઝની ૧૭મી ઓવર ભારે પડી હતી અને ટીમે એ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે મૅચ હારી ગયા બાદ નાખુશ ડેવિડ વૉર્નરે કહ્યું કે ‘અમારા બોલરોએ સારી બોલિંગ કરી, પણ અમે કોઈ મોટી પાર્ટનરશિપ ન કરી શક્યા. મૅક્સવેલ સારી ઇનિંગ્સ રમ્યો. હું ઘણો નારાજ છું, કેમ કે અમે ડાબોડી સ્પિનરો સામે બૅટ સીધું રાખીને શૉટ ન રમી શક્યા. અમારે અહીં હજી ત્રણ મૅચ રમવાની છે અને પિચ સારી થવાની આશા રાખી રહ્યા છીએ. અમે પાવરપ્લેમાં વિકેટ લેવા અને મોટી પાર્ટનરશિપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.’

sunrisers hyderabad david warner royal challengers bangalore cricket news sports news ipl 2021 indian premier league