આઇપીએલ રદ કરો: સોશ્યલ મીડિયા પર ચાલી રહ્યો છે આવો જોરદાર ટ્રેન્ડ

04 May, 2021 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલમાં કોરોના-ઍટેક બાદ હવે દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ચાહકો આઇપીએલ રદ કરવાની માંગણી કરી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

આઇપીએલમાં કોરોના-ઍટેક બાદ હવે દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના ચાહકો આઇપીએલ રદ કરવાની માંગણી કરી રહ્યા છે. 

દેશમાં લોકો મરી રહ્યાં છે ત્યારે ક્રિકેટના જલસા પાછળ કરોડોનો ધુમાડો અમુક લોકોને જરાય પસંદ નથી આવ્યો અને ઘણા સમયથી આઇપીએલને રદ કરવાની માંગણી કરી રહ્યાં હતાં પણ હવે કલકત્તાના બે ખેલાડીઓ‍, ચેન્નઈના ત્રણ નોન-પ્લેઇંગ સ્ટાફ અને દિલ્હીના પાંચ ગ્રાઉન્ડ-સ્ટાફના કોરોના પૉઝિટીવના બેડ-ન્યૂઝના ટ્રિપલ ઍટેક બાદ આઇપીએલ રદ કરોની જુબેશને વધારે બળ મળ્યું છે. 

કોરોના લહેર વચ્ચે ચાલી રહેલી આઇપીએલ સાથે સંકળાયેલા અનેક લોકો કોરોનાગ્રસ્ત થતા સોશિયલ મીડિયા પર ક્રિકેટ પ્રેમીઓનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને આઇપએલ રદ કરો હૅશટૅગ સોશ્યલ મિડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું હતું. 

આ પણ થઈ ચુક્યા છે પૉઝિટીવ
નીતિશ રાણા (કલકત્તા), દેવદત્ત પડિક્કલ (બૅન્ગલોર), ઍન્રિચ નૉકિયા (દિલ્હી), અક્ષર પટેલ (દિલ્હી) અને ડૅનિયલ સૅમ્સ (બૅન્ગલોર)

cricket news sports news ipl 2021 indian premier league delhi capitals sunrisers hyderabad royal challengers bangalore