સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર

28 February, 2021 01:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર

પ્રતીકાત્મક તસવીર

લાંબા સમય બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેદાનમાં ઊતરી રહી છે. ૭ માર્ચથી સાઉથ આફ્રિકન મહિલા ટીમ સામે લખનઉમાં પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડેની સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે ગઈ કાલે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. વન-ડે ટીમ મિથાલી રાજ અને ટી૨૦ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં જાહેર થયેલી ટીમમાં મોનિકા પટેલ સહિત ૬ નવી પ્લેયર્સને મોકો આપવામાં આવ્યો છે, જ્યારે ‌શિખા પાન્ડે, શેફાલી વર્મા, એકતા બિશ્ત, અનુજા પાટીલ, વેદા ક્રિષ્નમૂર્તિ અને  તાનિયા ભાટિયાને પડતી મૂકવામાં આવી છે. મોનિકા પટેલ ઉપરાંત જે નવી ખેલાડીઓને તક મળી છે એ છે સી. પ્રત્યુશા, યસ્તિકા ભાટિયા, આયુષી સોની, શ્વેતા વર્મા અને સિરમન દિલ બહાદુર.

sports sports news cricket news india south africa