શેફાલી વર્માને બિન્દાસ રમવાનું કહેવામાં આવ્યું હતું : શિખા પાન્ડે

26 February, 2020 04:39 PM IST  |  Mumbai Desk

શેફાલી વર્માને બિન્દાસ રમવાનું કહેવામાં આવ્યું હતું : શિખા પાન્ડે

ઇન્ડિયન ક્રિકેટર શિખા પાન્ડે

શિખા પાન્ડેનું કહેવું છે કે શેફાલી વર્માને બધું ભૂલીને એની રીતે રમવાનું કહેવામાં આવ્યું હતું. વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમે બંગલા દેશને પરાજય આપીને પૉઇન્ટ-ટેબલ પર ટૉપનું સ્થાન મેળવી લીધું છે. આ મૅચમાં પ્લેયર ઑફ ધ મૅચ રહેલી શેફાલી વર્માએ ૧૭ બૉલમાં ૩૯ રન બનાવ્યા હતા. તેની અફલાતૂન બૅટિંગ જોઈને શિખા પાન્ડેએ કહ્યું હતું કે ‘અમે તેને કંઈ પણ ફેરફાર કરવાનું કહ્યું નહોતું. તેને પોતાની રીતે નીડર બનીને બિન્દાસ રમવાનું લાઇસન્સ આપી દેવામાં આવ્યું હતું. તે ઘણું અદ્ભુત ગેમ રમી હતી. ૧૬ વર્ષની ઉમરે મેં ક્રિકેટર બનવાની ટ્રેઇનિંગ પણ શરૂ નહોતી કરી. તેના જેવા નીડર યુવા પ્લેયર ટીમમાં હોવાનો મને ઘણો ગર્વ છે. તેઓ ટીમ માટે જે કરે છે એ જોઈને ઘણો આનંદ થાય છે. સૌથી મોટી વાત એ છે કે ટીમ પર કોઈ ભાર નથી અને પ્લેયરો પોતાની ગેમને સારી રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે. સ્કોરબોર્ડ પર સ્કોર મોટો હતો, પણ સાથે-સાથે અમને અમારા બોલિંગ-ડિપાર્ટમેન્ટ પર પણ ભરોસો હતો.’

વુમન્સ વર્લ્ડ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતનો ત્રીજો મુકાબલો આવતી કાલે ન્યુ ઝીલૅન્ડ સામે થશે.

sports sports news india cricket news indian womens cricket team