આઇપીએલની બાકીની 31 મૅચ માટે યજમાન બનવામાં શ્રીલંકાનો પ્રસ્તાવ

09 May, 2021 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુએઈ, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડને મળ્યો વધુ એક વિકલ્પ

પ્રતીકાત્મક તસવીર

બાયો-બબલ્સમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ સસ્પેન્ડ થઈ ગયેલી આઇપીએલની બાકીની મૅચ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે વિકલ્પ વધી રહ્યા છે. ગઈ કાલે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના મૅનેજમેન્ટ કમિટીના ચૅરમૅન અર્જુન ડિસિલ્વાએ આઇપીએલની બાકીની મૅચ માટે યજમાન બનવા તૈયાર હોવાનું કહ્યું હતું. 

કુલ ૬૦ મૅચમાંથી ૨૯ મૅચ રમાઈ ગઈ છે અને હવે ૩૧ મૅચ બાકી છે. શ્રીલંકા પાસે ફ્લડ લાઇટ સાથેનાં ચાર-ચાર ઇન્ટરનૅશનલ ગ્રાઉન્ડ હોવાથી સમ્ટેમ્બરના એ ટૂંકા ગાળામાં આસાનીથી આ ૩૧ મૅચો રમાડી શકાય છે. કોરોનાકાળમાં શ્રીલંકા પાંચ ટીમ સાથેની તેમની લંકન પ્રીમિયર લીગની પ્રથમ સીઝનનું સફળતાપૂર્વક આયોજન પણ કરી ચૂક્યું છે. ગઈ સીઝન જ્યારે યુએઈમાં શિફ્ટ થઈ ત્યારે પણ શ્રીલંકાએ આવો પ્રસ્તાવ મોકલ્યો હતો.

પોતાનો પ્રસ્તાવ મૂકતાં અર્જુન ડિસિલ્વાએ કહ્યું હતું કે ‘અમે સપ્ટેમ્બરમાં આઇપીએલની બાકીની ૩૧ મૅચો માટે યજમાન બનવા તૈયાર હોવાનો પ્રસ્તાવ ભારતને મોકલીએ છીએ. અમારી પાસે જચાર-ચાર ફ્લાઇટવાળાં ગ્રાઉન્ડ છે એમાંથી ત્રણમાં આઇસીસીસી ટુર્નામેન્ટ પણ યોજાય છે. અમને ખબર છે કે તેમને માટે યુએઈ પહેલી પસંદ છે, પણ તેઓ અમને પણ નજરઅંદાજ ન કરી શકે. અમે જુલાઈ-ઑગસ્ટમાં લંકા પ્રીમિયર લીગની બીજી સીઝનનું પ્લાનિંગ કરી રહ્યા છીએ અને ત્યાર બાદ સપ્ટેમ્બરમાં આઇપીએલ માટે મેદાન તૈયાર 
કરી દઈશું.

આઇપીએલ સપ્ટેમ્બરમાં ઇંગ્લૅન્ડમાં રમાડો : પીટરસન

ઇંગ્લૅન્ડનો ભૂતવૂર્પ કૅપ્ટન કેવિન પીટરસન કહે છે કે ભારતે અધૂરી આઇપીએલ સપ્ટેમ્બરમાં યુએઈમાં નહીં, પણ ઇંગ્લૅન્ડમાં પૂરી કરવી જોઈએ. પીટરસને તેની એક કૉલમમાં લખ્યું છે કે ‘મેં જોયું છે કે લોકો આઇપીએલની બાકીની મૅચો માટે સપ્ટેમ્બરમાં સંભવિત વેન્યુ તરીકે યુએઈની તરીકે ચર્ચા કરી રહ્યા છે, મારા હિસાબે એ મૅચો ઇંગ્લૅન્ડમાં જ શિફ્ટ કરવી જોઈએ. ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ ભારતના અને ઇંગ્લૅન્ડના બેસ્ટ પ્લેયરો મોજૂદ જ હશે. બીજું, મિડથી સપ્ટેમ્બરના અંત સુધીનો સમય ઇંગ્લૅન્ડમાં સૌથી ખૂબસૂરત હોય છે. શક્યતા છે કે એ સમય પ્રેક્ષકોને પણ પ્રવેશ મળી શકે છે અને અદ્ભુત માહોલ હશે. સાઉથ આફ્રિકામાં યોજી, યુએઈમાં યોજી અને હવે મને લાગે છે કે આઇપીએલની બાકીની મૅચો માટે ઇંગ્લૅન્ડ બેસ્ટ વિકલ્પ છે.’

ipl 2021 indian premier league cricket news sports news sri lanka