ભારતીય યુવાને ઓસ્ટ્રેલિયન યુવતીને લાઈવ મેચમાં પ્રપોઝ કર્યું, જુઓ વીડિયો

29 November, 2020 04:16 PM IST  |  Sydney | Gujarati Mid-day Online Correspondent

ભારતીય યુવાને ઓસ્ટ્રેલિયન યુવતીને લાઈવ મેચમાં પ્રપોઝ કર્યું, જુઓ વીડિયો

વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ

ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે સિડની (Sydney) ખાતે ત્રણ વનડે સીરિઝની બીજી મેચ ચાલી રહી છે. મેદાન પર ભારતીય ટીમનું બોલિંગમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 390 રનનો ટાર્ગેટ આપ્યો. જોકે, મેદાન બહાર ભારતના એક યુવાને દિલ જીત્યું. તેણે ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયન છોકરીને પ્રપોઝ કર્યું છે અને આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ છે.

બ્રોડકાસ્ટર ફોક્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ભારતીય યુવાન ઓસ્ટ્રેલિયન યુવતીને પ્રપોઝ કરતો જોવા મળે છે. યુવતી તેનું પ્રપોઝલ એક્સેપટ કરતા હા પાડીને રિંગ પહેરે છે. પછી કપલ કિસ તેમજ હગ કરે છે. આ દ્રશ્યો જોઈને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) પણ ખુશ થઈને તાળી પાડે છે.

આ વીડિયો જોયા બાદ યુર્ઝસ કટાક્ષમાં કહી રહ્યાં છે કે, ચાલો આજની મેચમાં કંઈક તો સારું જોવા મળ્યું.

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વીડિયો છે 109.1કે વ્યૂઝ અને 3.5કે લાઈક્સ મળી છે.

sports sports news india australia sydney