જો, ધોની અને ગાંગુલીએ મદદ ન કરી હોત તો આ બોલરની કારકિર્દી ખતમ થઇ ગઇ હોત

03 September, 2019 07:25 PM IST  |  Mumbai

જો, ધોની અને ગાંગુલીએ મદદ ન કરી હોત તો આ બોલરની કારકિર્દી ખતમ થઇ ગઇ હોત

File Photo

Mumbai : ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં ત્રણેય ફોર્મેટ ટી20, વન-ડે અને ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. દરમ્યાન ટેસ્ટ સીરિઝ દરમ્યાન ઇશાંત શર્માની સાથે મોહમ્મદ શમી પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. મો. શમી છેલ્લા ઘણા સમયથી શાનદાર બોલીંગ કરી રહ્યો છે. ખાસ કરીને તેણે વર્લ્ડ કપ 2019માં આપવામાં આવેલી તકનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો અને હરીફ ટીમના એકલા હાથે સુપડા સાફ કર્યા હતા. ત્યારે ફરી આ વખતે તે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.


મો. શમી બોલીંગમાં અનેક રેકોર્ડ બનાવી રહ્યો છે
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની કારકિર્દી આજે ઉંચી છે અને તે ટીમ ઈન્ડિયા માટે ગૌરવપૂર્ણ રેકોર્ડ બનાવી રહ્યો છે. આ સિવાય તે આઈપીએલમાં પણ એક મોંઘો અને સફળ બોલર સાબિત થયો છે. પરંતુ એક વર્ષના ગાળામાં તેની કારકિર્દી ખતમ થવાની આરે આવી ગઈ હતી. જો કે, સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોનીને કારણે તેની કારકિર્દી ફરી પાટા પર આવી ગઈ છે અને આજે તે ફરીથી શ્રેષ્ઠ રમતો બતાવી રહ્યો છે.

આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

સુખદ ચાલી રહેલ મો. શમીની લાઇફ પર પત્નીએ લગાવ્યો આરોપ
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં કે જેણે અચાનક જ મોહમ્મદ શમી પર ખોટો આરોપ લગાવ્યો હતો અને પાકિસ્તાની છોકરીઓ સાથે સંબંધો સુધારવાનો આરોપ લગાવ્યો હતો. તેના આક્ષેપોને કારણે શમીની કારકિર્દી બેકફૂટ પર આવી અને શમીની ધરપકડ થઈ. શીમી સામે અનેક કલમોમાં કેસ નોંધાયા છે.

એવું લાગી રહ્યું હતું કે શમી ફરીથી રમી શકશે નહીં. પરંતુ, ધીરે ધીરે હસીન ખોટી સાબિત થતી રહી. જો કે, હસીને ભૂલ કરી છે કે તેણીએ આ લડતમાં સૌરવ ગાંગુલી અને એમએસ ધોનીને ખેંચી લીધા હતા અને તેમને આ આરોપોની સાક્ષી બનાવ્યા.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

એક સમયે BCCI શમીને ટીમમાંથી બહાર કરી દેવા ઇચ્છતું હતું
મળી રહેલ માહિતી પ્રમાણે એક સમયે ભારતીય ક્રિકેટ બોર્ડ મો. શમીને ટીમમાંથી બહાર કરી દેવા માંગતા હતા. પરંતુ ધોની અને ગાંગુલીની દરમ્યાનગીરીના કારણે શમી ટીમમાં ટકી શક્યો અને પોતાની કારકિર્દી પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે લોકોના કહેવા પ્રમાણે ધોની અને ગાંગુલી પરડા પાછળ રહીને મો. શમીને સપોર્ટ કરી રહ્યા છે.

cricket news ms dhoni mahendra singh dhoni sourav ganguly team india mohammed shami