ચાર જાન્યુઆરી પહેલાં સિડની નહીં જાય ભારત-ઑસ્ટ્રેલિયા

31 December, 2020 04:27 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ચાર જાન્યુઆરી પહેલાં સિડની નહીં જાય ભારત-ઑસ્ટ્રેલિયા

ફાઈલ તસવીર

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે મંગળવારે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે ત્રીજી ટેસ્ટ શૅડ્યુલ પ્રમાણે જ સાતમી જાન્યુઆરીથી સિડનીમાં જ રમાશે. જોકે ગઈ કાલે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘બન્ને ટીમો, ભારત અને ઑસ્ટ્રેલિયાને હાલતરત સિડની નહીં મોકલે. બન્ને ટીમ મૅચના ત્રણેક દિવસ પહેલાં સિડની જશે, ત્યાં સુધી મેલબર્નમાં જ રહીને પ્રૅક્ટિસ કરશે. કોરોનાનો કેર સતત વધી રહ્યો હોવાથી ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીમને મેલબર્નમાં જ ચાર જાન્યુઆરી સુધી રાખવાની વ્યવસથા કરવામાં આવી છે.’

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ નિલ હૉકલે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘ગઈ રાત્રે એ વાતની ઘોષણા અમે કરી દીધી હતી કે અમે સિડની જઈ રહ્યા છીએ અને અમે અમારી આ યોજનાનો બરાબર અમલ કરીશું અને એ વાતનું ધ્યાન રાખીશું કે બધુ સુરક્ષિત હોય. બધા ખેલાડીઓ થોડાક વધુ દિવસ મેલબર્નમાં રહેશે અને ટ્રેઇનિંગ કરશે. ત્યાર બાદ ટેસ્ટ મૅચ રમવા સિડની જશે.’

sports sports news cricket news india australia