સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં ભારતીય વિમેન્સ ટીમનો ૧૪૩ રને વિજય

17 June, 2024 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૭ મહિના બાદ વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ સેન્ચુરી ફટકારી

સ્મૃતિ માન્ધના

બૅન્ગલોરમાં ગઈ કાલે ભારત અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝની શરૂઆત થઈ હતી. ભારતીય ટીમે પહેલાં બૅટિંગ કરીને ૮ વિકેટ ગુમાવીને ૨૬૫ રન બનાવ્યા હતા. રન-ચેઝ કરવા ઊતરેલી સાઉથ આફ્રિકન ટીમ ૩૭.૪ ઓવરમાં ૧૨૨ રન ફટકારી ઑલઆઉટ થઈ હતી. ૧૪૩ રને સાઉથ આફ્રિકાને હરાવીને કૅપ્ટન હરમનપ્રીત કૌરની ટીમે વિજયી શરૂઆત કરી હતી.

વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૧૨ ચોગ્ગા અને ૧ સિક્સરની મદદથી ૧૧૭ રનની ઇનિંગ્સ રમીને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૭૦૦૦ રન પૂરા કર્યા હતા. માર્ચ ૨૦૨૨માં સેન્ચુરી ફટકારનાર સ્મૃતિ માન્ધનાએ ૨૭ મહિના બાદ છઠ્ઠી વન-ડે સેન્ચુરી ફટકારી હતી. ૩૩ વર્ષની ઉંમરે વન-ડે ડેબ્યુ કરનાર આશા શોભના વન-ડે વિમેન્સ ક્રિકેટમાં ભારત માટે ડેબ્યુ કરનારી સૌથી ઓલ્ડેસ્ટ ખેલાડી બની હતી. તેણે ૨૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. તેણે ૮.૪ ઓવરમાં એમાંથી બે ઓવર મેઇડન કરી હતી.

વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન
મિતાલી રાજ     ૧૦,૮૬૮ રન    ૭ વન-ડે સેન્ચુરી 
સ્મૃતિ માન્ધના     ૭૦૪૯ રન     ૬ વન-ડે સેન્ચુરી 
હરમનપ્રીત કૌર     ૬૮૬૦ રન     ૫ વન-ડે સેન્ચુરી 

indian womens cricket team india south africa sports sports news cricket news smriti mandhana harmanpreet kaur