ઍક્સિડન્ટમાં જીવ ગુમાવનાર કઝિન બહેન-બનેવીને ફાઇનલની ફિફ્ટી સમર્પિત કરી ઈશાન કિશને

10 March, 2026 02:34 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઈશાન કિશને ફાઇનલ મૅચમાં પચીસ બૉલમાં ૫૪ રન ફટકાર્યા હતા

ઈશાન કિશને ફાઇનલમાં ૫૪ રન ફટકાર્યા હતા

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશને ખુલાસો કર્યો કે તેની પિતરાઈ બહેન અને જીજાનાં T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલના બે દિવસ પહેલાં રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયાં હતાં. તેણે કહ્યું કે ‘મારી બહેન હંમેશાં ઇચ્છતી હતી કે હું મોટા રન બનાવું. આ તેના માટે છે. મને ફાઇનલના એક દિવસ પહેલાં આ વિશે ખબર પડી અને હું ખૂબ જ દુખી થયો.’

ઈશાન કિશને ફાઇનલ મૅચમાં પચીસ બૉલમાં ૫૪ રન ફટકાર્યા હતા. સંજુ સૅમસન બાદ ઈશાન કિશન મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ભારત માટે બીજો સૌથી વધુ રન કરનાર ખેલાડી હતો. તેણે ૧૯૩.૨૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩૧૭ રન કર્યા હતા.

t20 world cup world cup ishan kishan cricket news sports sports news narendra modi stadium indian cricket team team india india