નૌટંકીબાજ વિરાટ કોહલીએ કરી હરભજનની નકલ

09 January, 2020 03:25 PM IST  |  Indore

નૌટંકીબાજ વિરાટ કોહલીએ કરી હરભજનની નકલ

વિરાટ કોહલી

ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની બીજી ટી૨૦ મૅચ શરૂ થાય એ પહેલાં વિરાટ કોહલી ભારે મજાક-મસ્તીના મૂડમાં દેખાયો હતો જેને તેના સિનિયર પ્લેયર્સ સહિત સ્ટેડિયમમાં બેસેલા દર્શકોએ પણ એન્જૉય કર્યો હતો. વાસ્તવમાં બીજી ટી૨૦ મૅચ શરૂ થઈ એ પહેલાં કોહલીએ સિનિયર પ્લેયર હરભજન સિંહની બોલિંગ સ્ટાઇલની નકલ તેની જ સામે કરી હતી.

ગ્રાઉન્ડમાં હરભજન સિંહ, ઇરફાન પઠાણ અને યુઝવેન્દ્ર ચહલ સાથે હતા, જ્યારે કોહલી ટ્રેઇનિંગ કરી રહ્યો હતો એવામાં આ ભજ્જી કઈ રીતે બોલિંગ કરે છે એ સ્ટાઇલ કોહલીએ ઇમોટ કરી હતી જે જોઈને ખુદ હરભજન અને ત્યાં હાજર દર્શકોએ મનભરીને માણી હતી.

virat kohli harbhajan singh sports news cricket news india sri lanka