03 March, 2025 09:53 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
સકલૈન મુશ્તાક
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં એક પણ મૅચ જીત્યા વગર બહાર થનાર પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટીકાઓ થઈ રહી છે, પણ પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ પ્લેયર્સ પોતાની ટીમનો બચાવ પણ કરી રહ્યા છે. હાલમાં એક પાકિસ્તાની ન્યુઝ-ચૅનલની ચર્ચામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કોચ અને સ્પિનર સકલૈન મુશ્તાકે ભારતને અનોખો પડકાર આપ્યો છે. તે કહે છે, ‘જો આપણે રાજકીય બાબતોને બાજુ પર રાખીએ તો તેમના પ્લેયર્સ ઉત્કૃષ્ટ રહેશે અને તેઓ સારું ક્રિકેટ રમી રહ્યા હશે. જો તમે (ભારત) સારી ટીમ છો તો મને લાગે છે કે ચાલો પાકિસ્તાન સામે ૧૦ ટેસ્ટ, ૧૦ વન-ડે અને ૧૦ T20 રમીએ, તો બધું સ્પષ્ટ થઈ જશે.’ ટૂંકમાં તેણે પાકિસ્તાન સામે ફરી દ્વિપક્ષીય સિરીઝ શરૂ કરવાની માગણી કરી છે.