અશ્વિન-જાડેજા દરેક મૅચ જિતાડે એવી અપેક્ષા રાખવી અયોગ્ય છે

28 October, 2024 10:01 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેની સ્પિન ફ્રેન્ડ્લી પિચ પર હાર્યા બાદ રોહિત કહે છે...

રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન

પુણેમાં સ્પિન ફ્રેન્ડ્લી પિચ પર ૧૧૩ રને ટેસ્ટ હાર્યા બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ભારતની સ્પિન જોડીનો બચાવ કર્યો હતો. તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જે પણ મૅચ રમે છે, તેમની પાસેથી વિકેટ લેવાની અને વિરોધી ટીમ પર દબાણ બનાવવાની તથા ટેસ્ટ-મૅચ જીતવાની અપેક્ષા રાખવામાં આવે છે. મને નથી લાગતું કે એ વાજબી છે. ટેસ્ટ જીતવી એ અમારા બધાની જવાબદારી છે, માત્ર બે ખેલાડીની નહીં. બન્નેએ આ પહેલાં ઘરઆંગણે ટેસ્ટ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હું વૉશિંગ્ટન સુંદરના પ્રદર્શનથી ખુશ છું. અમે ચોક્કસપણે અમારી બોલિંગ વિશ્લેષણ કરીશું.’ જાડેજાએ બૅન્ગલોર અને પુણે ટેસ્ટમાં ત્રણ-ત્રણ વિકેટ જ્યારે અશ્વિને અનુક્રમે એક અને પાંચ વિકેટ ઝડપી છે. 

india new zealand pune rohit sharma ravichandran ashwin ravindra jadeja test cricket cricket news sports news sports