24 January, 2026 07:52 AM IST | Raipur | Gujarati Mid-day Correspondent
ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ૧૨૨ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી હતી
ગઈ કાલે રાયપુરમાં રમાયેલી સિરીઝની બીજી T20 મૅચમાં ભારતે ન્યુ ઝીલૅન્ડને રીતસર કચડી નાખ્યું હતું. કિવીઓએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે કરેલા ૨૦૬ રનના જવાબમાં ભારતે સોળમી ઓવરમાં જ માત્ર ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સંજુ સૅમસન માત્ર ૬ રન કરીને પાછો નિષ્ફળ ગયો હતો અને પહેલી મૅચનો હીરો અભિષેક શર્મા પહેલા બૉલમાં ઝીરો પર આઉટ થઈ ગયો હતો, પણ આ નબળી શરૂઆતની અસર પડવા દીધા વગર ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ૧૨૨ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી હતી. ઈશાને ૩૨ બૉલમાં ૪ સિક્સર અને ૧૧ ફોરની મદદથી ૨૩૭.૫૦ના સ્ટ્રાઇક-રેટ સાથે ૭૬ રન કર્યા હતા અને સૂર્યાએ ૩૭ બૉલમાં ૪ સિક્સ અને ૯ ફોરની મદદથી ૨૨૧.૬૨ સ્ટ્રાઇક-રેટ સાથે અણનમ ૮૨ રન કર્યા હતા. ઈશાન આઉટ થયા પછી આવેલા શિવમ દુબેએ પણ ૨૦૦ના સ્ટ્રાઇક-રેટ સાથે ૧૮ બૉલમાં અણનમ ૩૬ રન કર્યા હતા.