ભારતીય ટીમ મોટી અપેક્ષાઓ સાથે આવશે, અમે તેમના પડકાર માટે તૈયાર છીએ : મૅક્લમ

14 June, 2025 07:22 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

હેડ કોચ બ્રેન્ડન મૅક્લમનું કોચિંગ અને બેન સ્ટોક્સની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડની ટીમ ભારત સામે ટેસ્ટ-સિરીઝ રમશે

બ્રેન્ડન મૅક્લમ

નવા કૅપ્ટન હૅરી બ્રુકના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડે વન-ડે અને T20માં વેસ્ટ ઇન્ડીઝ સામે ક્લીન સ્વીપ કરી હતી. હવે હેડ કોચ બ્રેન્ડન મૅક્લમનું કોચિંગ અને બેન સ્ટોક્સની કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડની ટીમ ભારત સામે ટેસ્ટ-સિરીઝ રમશે. આ સિરીઝ વિશે વાત કરતાં ઇંગ્લૅન્ડના હેડ કોચે કહ્યું કે ‘ભારત ક્રિકેટ રમતો એક મહાન દેશ છે, જે અહીં મોટી અપેક્ષાઓ સાથે આવશે. અમે તેમના પડકાર માટે તૈયાર છીએ. અમારા પ્લેયર્સ ફ્રેશ રહે એ મહત્ત્વપૂર્ણ છે. અમે જાણીએ છીએ કે ટેસ્ટ ટીમ તરીકે અમે ક્યાં પહોંચવા માગીએ છીએ. અમારા કેટલાક સારા ફાસ્ટ બોલરો રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં, પરંતુ  ફાસ્ટ બોલિંગ વિભાગમાં અમારી પાસે સારું અને વૈવિધ્યસભર આક્રમણ છે. અમને ખબર છે કે ભારત સામે અમારી કસોટી થશે અને તેઓ સંપૂર્ણ તૈયારી સાથે આવશે.’

સ્લિપ પર ઊભા રહીને કિલકિલાટ કરતા વિરાટ કોહલીને ભારત મિસ કરશે, પરંતુ તેમની પાસે કેટલીક સારી પ્રતિભા હોવાથી તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. અમારા પ્લેયર્સ એના માટે તૈયાર છે. - ઇંગ્લૅન્ડનો ટેસ્ટ વાઇસ-કૅપ્ટન ઓલી પોપ

india england test cricket indian cricket team sports sports news cricket news