19 June, 2025 08:34 AM IST | London | Gujarati Mid-day Correspondent
મન્સૂર અલી ખાન પટૌડી
મુંબઈકર સચિન તેન્ડુલકરની વિનંતી બાદ ઇંગ્લૅન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટ-સિરીઝમાં પટૌડી રાજવી પરિવારના વારસાને જીવંત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બન્ને દેશો વચ્ચેની ટેસ્ટ-સિરીઝને ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને મહાન બૅટર સચિન તેન્ડુલકરનું નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની ઑફિશ્યલ જાહેરાત ટેસ્ટ-સિરીઝના એક દિવસ પહેલાં ૧૯ જૂને કરવામાં આવશે એવા અહેવાલ સામે આવ્યા છે.
ઇફ્તિખાર અલી ખાન પટૌડી અને તેમના પુત્ર મન્સૂર બન્નેએ ભારતનું નેતૃત્વ કર્યું હતું અને બન્ને લાંબા સમયથી ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમ્યા છે. ટેસ્ટ-સિરીઝનું નામ બદલ્યા બાદ તેમનું માન જાળવી રાખવા માટે આ ટેસ્ટ-સિરીઝમાં વિજેતા કૅપ્ટનને મેડલ આપવાની પરંપરા શરૂ કરવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર આ નિર્ણયમાં ICC ચૅરમૅન જય શાહે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.