મૅન્ચેસ્ટર મૅચમાં ઇંગ્લૅન્ડ સામે શાનદાર ડ્રૉ છતાં ભારતે ટેસ્ટમાં કયો અનિચ્છનીય રેકૉર્ડ નોંધાવ્યો?

30 July, 2025 06:59 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

મૅન્ચેસ્ટર ટેસ્ટના પાંચમા દિવસે ભારતીય ટીમે જોરદાર લડત આપીને ઇંગ્લૅન્ડ સામેની મૅચ ડ્રૉ કરી હતી. બાઝબૉલ યુગ (મે ૨૦૨૨થી) ઇંગ્લૅન્ડની આ બીજી ટેસ્ટ ડ્રૉ રહી હતી

ભારતીય ટીમ

મૅન્ચેસ્ટર ટેસ્ટના પાંચમા દિવસે ભારતીય ટીમે જોરદાર લડત આપીને ઇંગ્લૅન્ડ સામેની મૅચ ડ્રૉ કરી હતી. બાઝબૉલ યુગ (મે ૨૦૨૨થી) ઇંગ્લૅન્ડની આ બીજી ટેસ્ટ ડ્રૉ રહી હતી. ૨૦૨૩માં ઓલ્ડ ટ્રૅફર્ડના મેદાન પર જ વરસાદને કારણે ઑસ્ટ્રેલિયા સામેની ઇંગ્લૅન્ડની ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. જોકે આ શાનદાર ડ્રૉ છતાં ભારતીય ટીમે ઓલ્ડ ટ્રૅફર્ડમાં એક અનિચ્છનીય રેકૉર્ડ બનાવ્યો છે.

શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમને પણ મૅન્ચેસ્ટરમાં પહેલી ટેસ્ટ-જીત ન મળતાં ભારત ૧૦ મૅચ રમ્યા પછી પણ એક મેદાન પર એક પણ મૅચ ન જીતનારી પ્રથમ ટીમ બની છે. ૧૯૩૬થી ભારત અહીં ૧૦ ટેસ્ટ રમ્યું છે જેમાંથી ચાર ટેસ્ટમાં હાર મળી અને છ ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી છે. ભારત આ સિવાય વેસ્ટ ઇન્ડીઝના હોમ ગ્રાઉન્ડ બાર્બેડોઝ (નવ ટેસ્ટ), ગયાના (૬ ટેસ્ટ)ની સાથે પાકિસ્તાનના લાહોર (સાત ટેસ્ટ), કરાચી (છ ટેસ્ટ) અને ફૈસલાબાદ (પાંચ ટેસ્ટ)માં પણ ટેસ્ટ-જીત નથી નોંધાવી શક્યું.

એક સ્થળે જીત વિના મોટા ભાગની મૅચ રમનારી ટીમો

ભારતીય ટીમ (મૅન્ચેસ્ટર)

૧૦ ટેસ્ટમાંથી ૪ હાર અને ૬ ડ્રૉ

ઑસ્ટ્રેલિયન ટીમ (કરાચી)

૯ ટેસ્ટમાંથી પાંચ હાર અને ૪ ડ્રૉ

ભારતીય ટીમ (બાર્બેડોઝ)

૯ ટેસ્ટમાંથી ૭ હાર અને બે ડ્રૉ

બંગલાદેશ ટીમ (ઢાકા)

૯ ટેસ્ટમાંથી ૭ હાર અને બે ડ્રૉ

શ્રીલંકન ટીમ (લૉર્ડ્‌સ)

નવ ટેસ્ટમાંથી ૩ હાર અને ૬ ડ્રૉ

 ૧૪૦ ઓવર સુધી સમાન માનસિકતા જાળવી રાખવી ખૂબ પડકારજનક છે. અમે બતાવી દીધું કે આપણે મહાન ટીમ છીએ. જે સ્થિતિમાં હતા (ઝીરો પર બે વિકેટ) ત્યાંથી ડ્રૉ મેળવવો ખૂબ સંતોષકારક છે. - ભારતીય ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ

10
આટલી મૅચ રમ્યા પછી પણ ટીમ ઇન્ડિયા એક મેદાન પર એક પણ મૅચ ન જીતનારી પ્રથમ ટીમ બની છે.

india england test cricket manchester old trafford indian cricket team cricket news sports news sports