પહેલી વખત કે. એલ. રાહુલે એક ટેસ્ટ-સિરીઝમાં ૫૦૦+ રન કર્યા

04 August, 2025 06:56 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

છેલ્લે તેણે વર્ષ ૨૦૧૬-’૧૭માં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં હાઇએસ્ટ ૩૯૩ રન કર્યા હતા. તેણે પોતાની કરીઅરમાં પહેલી વાર એક સિરીઝમાં ૧૦૦૦+ બૉલનો સામનો પણ કર્યો છે.

કે. એલ. રાહુલ

ઓવલ ટેસ્ટ-મૅચમાં ભારતની બીજી ઇનિંગ્સ દરમ્યાન ઓપનર કે. એલ. રાહુલ (૨૮ બૉલમાં સાત રન) ઓછા સ્કોરમાં આઉટ થયો હતો. ૫૩૨ રન સાથે તેણે આ મજબૂત સિરીઝનો અંત કર્યો છે. તેણે પહેલી વાર એક સિરીઝમાં ૫૦૦+ રન કર્યા છે. છેલ્લે તેણે વર્ષ ૨૦૧૬-’૧૭માં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં હાઇએસ્ટ ૩૯૩ રન કર્યા હતા. તેણે પોતાની કરીઅરમાં પહેલી વાર એક સિરીઝમાં ૧૦૦૦+ બૉલનો સામનો પણ કર્યો છે.

ત્રીજા દિવસની રમત દરમ્યાન ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ ધ ઓવલ સ્ટેડિયમમાં મૅચનો આનંદ માણ્યો હતો.

રાહુલે ઇંગ્લૅન્ડમાં ભારતીય ઓપનર તરીકે ૫૦૦+ રન કરવાના સુનીલ ગાવસકર (૫૪૨ રન)ના ૪૬ વર્ષ જૂના રેકૉર્ડની બરાબરી કરી હતી. જોકે તે ઇંગ્લૅન્ડમાં એક ટેસ્ટ-સિરીઝમાં ઓપનર તરીકે હાઇએસ્ટ રન કરવાના ગાવસકરના ભારતીય રેકૉર્ડને તોડતાં અગિયાર રનથી ચૂકી ગયો હતો. આ સિરીઝમાં એક પણ સિક્સર ન ફટકારનાર કે. એલ. રાહુલે ઇંગ્લૅન્ડ ટૂર પર પોતાના નવ હજાર ઇન્ટરનૅશનલ રન પૂરા કર્યા હતા.

india england test cricket kl rahul indian cricket team cricket news sunil gavaskar rohit sharma sports news sports