સ્નેહ, શર્મા, સ્મૃતિ અને શેફાલી : ઇંગ્લૅન્ડ સામે ચારેયનો પરચો

18 June, 2021 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડની મહિલા ટીમે બ્રિસ્ટોલમાં ભારત સામેની એક માત્ર ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે પ્રથમ દાવ ૯ વિકેટે ૩૯૬ રનના સ્કોર પર ડિક્લેર કર્યો હતો. ત્યાર બાદ ભારતે વળતો જવાબ આપ્યો હતો.

સ્નેહ રાણા

ઇંગ્લૅન્ડની મહિલા ટીમે બ્રિસ્ટોલમાં ભારત સામેની એક માત્ર ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે પ્રથમ દાવ ૯ વિકેટે ૩૯૬ રનના સ્કોર પર ડિક્લેર કર્યો હતો. ત્યાર બાદ ભારતે વળતો જવાબ આપ્યો હતો.

ટૂંકમાં આ મૅચની શરૂઆતમાં નવી ઑફ-સ્પિનર સ્નેહ રાણા (૩૯.૨-૪-૧૩૧-૪) ચમક્યા બાદ ગઈ કાલે બૅટિંગમાં મુંબઈની ઓપનિંગ બૅટ્સવુમન સ્મૃતિ મંધાના (૬૬ નૉટઆઉટ) તથા પહેલી જ ટેસ્ટ રમી રહેલી ૧૭ વર્ષની શેફાલી વર્મા (૯૬ રન)ની ઓપનિંગ જોડીએ કમાલ કરી હતી. શેફાલી ચાર રન માટે સદી ચૂકી ગઈ હતી. ગઈ કાલે ૧૮ ઓવર રમવાની બાકી હતી ત્યારે ભારતનો પ્રથમ દાવનો સ્કોર એક વિકેટે ૧૬૭ રન હતો.

એ પહેલાં, બ્રિટિશ ટીમના તોતિંગ સ્કોર (૩૯૬/૯ ડિક્લેર્ડ)માં કૅપ્ટન હીધર નાઇટ (૯૫ રન)નું સૌથી મોટું યોગદાન હતું. સોફિયા ડન્ક્લી ૭૪ રન બનાવીને અણનમ રહી હતી. ભારત વતી બીજી ઑફ-સ્પિનર દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. તેણે જ હીધરને પાંચ રન માટે સદીથી વંચિત રાખી હતી. ઝુલન ગોસ્વામી અને પૂજા વસ્ત્રાકરે એક-એક વિકેટ લીધી હતી.

પર્ફોર્મન્સ સદ્ગત પિતાને સમર્પિત
ઉત્તર પ્રદેશમાં જન્મેલી ઑફ-સ્પિનર સ્નેહ રાણાએ ગઈ કાલે ચાર વિકેટ લીધી હતી. તેણે આ પર્ફોર્મન્સ સદ્ગત પિતાને અર્પણ કર્યો હતો. આ ટેસ્ટની ટીમમાં સ્નેહનો સમાવેશ કરાયો એના થોડા જ દિવસ પહેલાં તેના પિતાનું અવસાન થયું હતું. સ્નેહે ઇંગ્લૅન્ડની સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. તેની આ સૌપ્રથમ ટેસ્ટ છે.

indian womens cricket team cricket news sports news sports