23 June, 2025 10:19 AM IST | London | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી, રિષભ પંત
ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં રિષભ પંતના મનોરંજક પ્રદર્શનની ભારે પ્રશંસા થઈ રહી છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને હેડ કોચ રવિ શાસ્ત્રી કહે છે, ‘પંત આંકડાઓની રમત સુંદર રીતે રમે છે. તે પોતાની રીતે રમે છે. તે પોતાની રમત ઝડપથી બદલવામાં માહેર છે. તેની પાસે પોતાનું કમ્પ્યુટર છે અને ફક્ત તે જ જાણે છે કે એ કેવી રીતે કાર્ય કરે છે. આ તેની સ્પેશ્યલિટી છે. તે બોલર પર દબાણ લાવે છે અને સુપરહિટ બની જાય છે. તે એક વાસ્તવિક મનોરંજક અને મૅચ વિજેતા પ્લેયર છે.’
મેદાન પર રિષભ પંતના જિમ્નૅસ્ટિકના કરતબ વિશે વાત કરતાં શાસ્ત્રી કહે છે, ‘આનું એક કારણ છે. તે આ તક માટે ભગવાનનો આભાર માની રહ્યો હતો. તેની ઉજવણીનો કાર-ઍક્સિડન્ટમાંથી વાપસી કરવા સાથે સીધો સંબંધ છે. જ્યારે મેં તેને હૉસ્પિટલમાં જોયો ત્યારે તે ખૂબ સારી સ્થિતિમાં નહોતો. તૂટેલાં ઘૂંટણ, દરેક જગ્યાએ ઇન્જરીઓ હતી.’
6
આટલી સિક્સ ઇંગ્લૅન્ડની ધરતી પર એક ટેસ્ટ-ઇનિંગ્સમાં ફટકારનાર પહેલો નૉન-ઇંગ્લિશ પ્લેયર બન્યો રિષભ પંત.
50
રિષભ પંતની સેન્ચુરી એ આટલામી સદી હતી ભારતની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ઇતિહાસની