એશિયામાં અશ્વિનની થઈ ૩૦૦ ટેસ્ટ-વિકેટ

08 February, 2021 10:51 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

એશિયામાં અશ્વિનની થઈ ૩૦૦ ટેસ્ટ-વિકેટ

રવિચંદ્રન અશ્વિન

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને ૫૫.૧ ઓવરમાં ૧૪૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જેમ્સ ઍન્ડરસનને એક રનના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કરીને અશ્વિને ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગનો અંત આણ્યો હતો. ઍન્ડરસનની વિકેટ અશ્વિનની આ ઇનિંગમાં ત્રીજી વિકેટ હતી, પણ આ વિકેટ સાથે તેણે એશિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૩૦૦ ટેસ્ટ-વિકેટ પૂરી કરી હતી અને હરભજન સિંહના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી. બીજી ઇનિંગમાં એક વિકેટ મેળવતાં અશ્વિન હરભજનનો રેકૉર્ડ તોડશે. એશિયામાં ભારત માટે સૌથી વધારે ટેસ્ટ-વિકેટ લેવાનો રેકૉર્ડ અનિલ કુંબલેના નામે છે જેણે કુલ ૪૧૯ વિકેટ લીધી છે.

કોઈ એક ઇનિંગમાં અશ્વિને નાખેલી સૌથી વધારે ઓવર

કુલ ઓવર  વિરોધી ટીમ      સ્ટેડિયમ    વર્ષ

૫૩.૧      ઇંગ્લૅન્ડ           ચેન્નઈ       ૨૦૨૦-૨૧

૫૩.૦       ઑસ્ટ્રેલિયા        એડિલેડ    ૨૦૧૧-૧૨

૫૨.૫       ઑસ્ટ્રેલિયા        એડિલેડ    ૨૦૧૮-૧૯

૫૨.૩       ઇંગ્લૅન્ડ           કલકત્તા     ૨૦૧૨-૧૩

૫૨.૧       વેસ્ટ ઇન્ડિઝ       મુંબઈ       ૨૦૧૧-૧૨

20 - ઇન્ડિયન ટીમે ગઈકાલે ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં આપેલા કુલ ૪૫ એક્સ્ટ્રા રનમાંથી આટલા રન નો-બૉલ દ્વારા આપ્યા હતા.

190.1 - ઇંગ્લૅન્ડે ભારત સામેની પહેલી ઇનિંગમાં કુલ આટલી ઓવર રમી હતી જે તેણે ટેસ્ટ ક્રિકેટમાં રમેલી સૌથી લાંબી ઇનિંગ બની ગઈ છે.

sports sports news cricket news india ravichandran ashwin test cricket