ઓવલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે કેમ આટલાં બધાં હેડબૅન્ડ જોવા મળ્યાં?

03 August, 2025 06:58 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

તેમણે ધ ડે ઑફ થૉર્પીની ઉજવણીના ભાગ રૂપે આ હેડબૅન્ડ પહેર્યાં હતાં

ઇંગ્લૅન્ડના પ્લેયર્સ અને ફૅન્સે પણ હેડબૅન્ડ પહેરીને ગ્રેહામ થૉર્પને શ્રદ્ધાંજલિ આપી હતી

ગઈ કાલે ઓવલ ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડના પ્લેયર્સ અને ફૅન્સ હેડબૅન્ડ પહેરીને મેદાન પર પહોંચ્યા હતા. તેમણે ધ ડે ઑફ થૉર્પીની ઉજવણીના ભાગ રૂપે આ હેડબૅન્ડ પહેર્યાં હતાં. ઇંગ્લૅન્ડના દિવંગત ક્રિકેટર ગ્રેહામ થૉર્પ તેમના સમયમાં હેડબૅન્ડ પહેરીને રમવા માટે જાણીતા હતા. ગઈ કાલે તેમની ૫૬મી વર્ષગાંઠ હતી. તેમણે ગયા વર્ષે ચાર ઑગસ્ટે આત્મહત્યા કરી લીધી હતી.

બીજા દિવસે ગ્રેહામ થૉર્પની પત્ની અમાન્ડા અને પુત્રી એમ્માએ ઘંટડી વગાડી

તેમના પરિવારે માઇન્ડ નામનું ચૅરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું હતું. ગઈ કાલે ફૅન્સ તરફથી હેડબૅન્ડ ખરીદીને કે દાન કરીને જે ભંડોળ ભેગું કરવામાં આવ્યું એનો ઉપયોગ આ ટ્રસ્ટ સમાજમાં માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કરશે. 

england india indian cricket team team india test cricket cricket news sports sports news