કારમી હાર બાદ ધમાકેદાર કમબૅક

17 February, 2021 10:46 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

કારમી હાર બાદ ધમાકેદાર કમબૅક

ભારત ચેન્નઈમાં જ રમાયેલી સિરીઝની પહેલી ટેસ્ટ ૨૨૭ રનના તોતિંગ માર્જિનથી હારી ગયું હતું અને ગઈ કાલે એ જ સ્થળે બીજી ટેસ્ટમાં ૩૧૭ રનના મસમોટા માર્જિનથી જીત મેળવીને એણે ધમાકેદાર કમબૅક કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક મૅચ ૨૦૦ પ્લસ કરતાં વધુ રનથી હાર્યા બાદ બીજી મૅચમાં ૨૦૦ પ્લસના માર્જિનથી જીતવાનું કારનામું ભારતીય ટીમે બીજી વાર કર્યું છે.

આ પહેલાં ૧૯૯૬માં સાઉથ આફ્રિકા સામે ભારત ૩૨૯ રનથી હાર્યું હતું અને ત્યાર બાદ બીજી કાનપુર ટેસ્ટમાં ભારતે ૨૮૦ રનથી જીતીને કમબૅક કર્યું હતું. પહેલી ટેસ્ટમાં પાંચ વિકેટ, અક્ષર છઠ્ઠો ભારતીયગુજરાતના ઑલરાઉન્ડર અક્ષર પટેલે કરીઅરની પહેલી જ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપીને કમાલની શરૂઆત કરી છે. અક્ષરે ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં ૬૦ રનમાં પાંચ વિકેટ લીધી હતી. આમ પાંચ વિકેટ સાથે ટેસ્ટ કરીઅરની શરૂઆત કરનાર અક્ષર ભારતનો છઠ્ઠો બોલર બન્યો હતો. નરેન્દ્ર હિરવાણીએ તેની પહેલી ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં પાંચથી વધુ વિકેટ લઈને જબરી કમાલ કરી હતી.

અક્ષરે કરી મુનાફની બરોબરી

ઇંગ્લૅન્ડ સામે ડેબ્યુ મૅચમાં સૌથી વધુ વિકેટના ભારતીય રેકૉર્ડની પણ અક્ષર પટેલે બરોબરી કરી લીધી હતી. અક્ષરે પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં બે અને બીજીમાં પાંચ મળી કુલ ૭ વિકેટ ઝડપી હતી. આ પહેલાં ગુજરાતના જ મુનાફ પટેલે ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ૭ વિકેટ લીધી હતી.

sports sports news cricket news test cricket india england