ભારત આજે બંગલાદેશને સતત બીજી સિરીઝ જીતતાં રોકી શકશે?

07 December, 2022 03:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રવિવારે બંગલાદેશે ભારત સામે યાદગાર વિજય મેળવ્યો હતો

મુસ્તફિઝુર રહમાનને રવિવારે એકેય વિકેટ નહોતી મળી, પણ તેણે અણનમ ૧૦ રન બનાવીને બંગલાદેશને જિતાડ્યું હતું. ગઈ કાલે તેણે ફાસ્ટ બોલિંગ-કોચ ઍલન ડોનાલ્ડ પાસેથી ઘણી ટિપ્સ મેળવી હતી. (એ.એફ.પી.)

ભારતીય ટીમ અગાઉ સાત વર્ષ પહેલાં (૨૦૧૫માં) બંગલાદેશના પ્રવાસે ગઈ હતી ત્યારે ભારતનો ત્રણ મૅચની ઓડીઆઇ સિરીઝમાં ૨-૧થી પરાજય થયો હતો. હવે આજે રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમે ઓડીઆઇમાં સાતમો રૅન્ક ધરાવતા બંગલાદેશના સતત બીજા પ્રવાસમાં શ્રેણી ગુમાવવી ન પડે એવી પ્રાર્થના કરોડો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ કરતા હશે.

રવિવારે બંગલાદેશે ભારત સામે યાદગાર વિજય મેળવ્યો હતો. મેહદી હસન મિરાઝ (૩૯ બૉલમાં અણનમ ૩૮) અને મુસ્તફિઝુર રહમાન (૧૧ બૉલમાં અણનમ ૧૦)ની છેલ્લી જોડીએ ૬ ઓવર રમીને ભારતીય બોલર્સને ૧૦મી વિકેટ નહોતી આપી અને બંગલાદેશે ૨૪ બૉલ બાકી રાખીને એક વિકેટથી દિલધડક વિજય મેળવ્યો હતો.

જો ભારતની અનુભવી ટીમ આજે ખરા ફૉર્મમાં રમશે તો બંગલાદેશ માટે ૨-૦થી સિરીઝમાં વિજયી સરસાઈ મેળવવી મુશ્કેલ બનશે. આજે કૅપ્ટન રોહિત શર્મા, ઓપનર શિખર ધવન, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર પર ટીમનો મોટો આધાર છે. વિકેટકીપર કે. એલ. રાહુલે રવિવારે ૭૩ રન બનાવ્યા હતા અને તે આજે પણ સારું રમશે એવી આશા છે.

21
કોહલી આજે આટલા રન બનાવશે એટલે બંગલાદેશમાં ૧૦૦૦ ઓડીઆઇ રન પૂરા કરનારો બીજો બૅટર બનશે. સંગકારાએ બંગલાદેશમાં ૧૦૪૫ રન બનાવ્યા હતા.

4
બંગલાદેશના બે બોલર્સે એક જ ઓડીઆઇમાં ચાર કે વધુ વિકેટ લીધી હોવાનો આટલામો કિસ્સો રવિવારે બન્યો હતો અને શાકિબ તથા ઇબાદત એ બે સફળ બોલર્સ હતા.

sports sports news cricket news india bangladesh