ભારત સામેની વન-ડે અને ટી૨૦ ઑસ્ટ્રેલિયન ટીમ જાહેર

30 October, 2020 09:56 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ભારત સામેની વન-ડે અને ટી૨૦ ઑસ્ટ્રેલિયન ટીમ જાહેર

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્ષના અંતમાં રમાનારી ટી૨૦ અને વન-ડે સિરીઝ માટે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પોતાની સ્ક્વૉડ જાહેર કરી છે. આ સ્ક્વૉડમાં યુવા પ્લેયર કૅમેરન ગ્રીનનો સમાવેશ કર્યો છે, જ્યારે ત્રણ વર્ષના પ્રતિબંધ બાદ મોઇસિસ હેનરિક્સ ટીમમાં કમબૅક કરી રહ્યો છે. નૅશનલ ટીમના સિલેક્ટર ટ્રેવર હોન્સનું કહેવું છે કે ‘ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવાને લીધે કૅમેરનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભવિષ્યનો એક સક્ષમ પ્લેયર હોવાને લીધે અનુભવ મેળવવા માટે ટીમમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.’

ઑસ્ટ્રેલિયાની લિમિટેડ ઓવરની ટીમમાં કૅમેરન ગ્રીનનું સ્થાન લગભગ નક્કી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેગ ચૅપલે કહ્યું કે મને રિકી પૉન્ટિંગ બાદ પહેલી વાર આટલો પ્રતિભાશાળી ક્રિકેટર જોવા મળ્યો છે. વળી હેનરિક્સના નેતૃત્વમાં સિડની સિક્સર્સ બિગ બૅશ લીગનું ટાઇટલ જીત્યું હતું. આઇપીએલ દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલા મિશેલ માર્શના નામ પર વિચાર કરવામાં નથી આવ્યો. જોકે ટેસ્ટ સિરીઝમાં તેને સામેલ કરવામાં આવી શકે છે.

ઑસ્ટ્રેલિયાની વન-ડે અને ટી૨૦ ટીમ : ઍરોન ફિન્ચ (કૅપ્ટન), શૉન ઍબોટ, એશ્ટન ઍગર, ઍલેક્સ કૅરી, પૅટ કમિન્સ (વાઇસ કૅપ્ટન), કૅમેરન ગ્રીન, જોશ હેઝલવુડ, મોઇસિસ હેનરિક્સ, માર્નસ લબુશેન, ગ્લેન મૅક્સવેલ, ડૅનિયલ સેમ્સ, કેન રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટૉઇનિસ, મૅથ્યુ વેડ, ડેવિડ વૉર્નર અને ઍડમ ઝમ્પા.

sports sports news cricket news india australia melbourne