ઑસ્ટ્રેલિયા સામેની એક ટેસ્ટ કદાચ અમદાવાદમાં રમાશે

17 November, 2022 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝની એક ટેસ્ટ પાટનગર દિલ્હીમાં રમાશે અને એ સાથે દિલ્હીને પાંચ વર્ષે ટેસ્ટનું યજમાનપદ મળશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આગામી ફેબ્રુઆરી-માર્ચમાં પૅટ કમિન્સના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ ભારતના પ્રવાસે આવશે અને ચાર મૅચવાળી બોર્ડર-ગાવસકર ટ્રોફી રમશે. આ સિરીઝની એક ટેસ્ટ પાટનગર દિલ્હીમાં રમાશે અને એ સાથે દિલ્હીને પાંચ વર્ષે ટેસ્ટનું યજમાનપદ મળશે. પીટીઆઇના અહેવાલ મુજબ બાકીની ત્રણમાંથી એક ટેસ્ટ કદાચ અમદાવાદમાં, ધરમશાલામાં અને ચેન્નઈમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની બીજી સીઝનની આ છેલ્લી શ્રેણી હશે. ભારતે ફાઇનલમાં પહોંચવા ઑસ્ટ્રેલિયાને ૪-૦થી હરાવવું જ પડશે જે ખૂબ મુશ્કેલ કામ કહેવાશે.

sports news sports indian cricket team cricket news border-gavaskar trophy test cricket ahmedabad