19 June, 2025 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના
ભારતીય વિમેન્સ ટીમની વાઇસ-કૅપ્ટન ૨૦૧૯ બાદ પહેલી વાર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વન-ડે રૅન્કિંગ્સમાં ટોચના સ્થાને પહોંચી છે. અપડેટ રૅન્કિંગ્સમાં તે ૭૨૭ રેટિંગ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. સાઉથ આફ્રિકન કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે ૧૯ રેટિંગ પૉઇન્ટ ગુમાવતાં ટોચના ક્રમેથી સરકી ગઈ છે. તે ઇંગ્લૅન્ડની કૅપ્ટન નેટ સિવર-બ્રન્ટ (૭૧૯) સાથે બીજા ક્રમે છે.
વન-ડેની જેમ T20 રૅન્કિંગ્સમાં પણ તે ટૉપ-ટેનમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય છે. ૭૫૩ રેટિંગ પૉઇન્ટ સાથે T20 રૅન્કિંગ્સમાં તે ચોથા ક્રમે છે. ભારતીય વિમેન્સ ટીમ ૨૮ જૂનથી ઇંગ્લૅન્ડ સામે પાંચ T20 અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમવા જશે.