ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે કૅપ્ટન વિરાટ કોહલી

09 November, 2020 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે કૅપ્ટન વિરાટ કોહલી

ફાઈલ તસવીર

ભારતની ઓસ્ટ્રેલિયા ટૂરમાં ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ના એક નિર્ણયથી ટીમમાં અનેક ફેરફાર થયા છે. ક્રિકેટના ચાહકો માટે એક સારા અને એક ખરાબ સમાચાર છે. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ પછી કૅપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પેટરનિટી લીવ પર જશે એટલે બાકીની મેચમાં તે રમતો જોવા નહીં મળે. પણ ફૅન્સ રોહિત શર્મા (Rohit Sharma)ને મેદાન પર રમતો જોઈ શકશે. કારણકે તેનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ સંજૂ સેમસન (Sanju Samson)ને પણ વનડે ટીમમાં તક આપવાનો વિચાર છે.

BCCIના સચિવ જય શાહે સોમવારે આ અંગેની જાહેરાત કરી. તો, કૅપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ પછી પેટરનિટી લીવ પર જશે. જોકે, BCCIએ તે વાત નથી જણાવી કે કોહલી સીરીઝની બાકીની મેચ રમશે કે નહીં. તો, સંજૂ સેમસનને ટી-20 પછી વનડેમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે, વરૂણ ચક્રવર્તી ખભ્ભાની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા ટૂરમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલર ટી. નટરજાનને તેની જગ્યાએ ટી-20માં સામેલ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા ટૂરમાં 3-3 વનડે અને ટી-20 પછી 4 ટેસ્ટ સીરીઝ રમશે.

આ પહેલાં BCCIના એક સીનિયર અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, પરિવારને હંમેશા પ્રાથમિકતા આપવી જોઈએ. BCCI પણ હંમેશા આ વાતનો સપોર્ટ કરે છે. જો ભારતીય કેપ્ટન પેટરનિટી બ્રેક લેવા ઈચ્છે છે, તો તેઓ સીરીઝની શરૂઆતની બે મેચ રમીને પરત ફરી શકે છે.

BCCIની મેડિકલ ટીમે રોહિતની ફિટનેસનું આંકલન કર્યા બાદ તેઓને લિમિટેડ ઓવર્સની સીરીઝમાં આરામ આપવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ ટેસ્ટ સીરીઝ માટે તેઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હેમ-સ્ટ્રિંગ ઈન્જરીના કારણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા કેટલીક મેચમાંથી બહાર થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાની ટૂર માટે તેમનું સિલેકશન પણ થયું ન હતું. જોકે હવે તેઓ ફિટ છે અને IPLમાં 2 મેચ પણ રમી ચુક્યા છે. ટૂર્નામેન્ટ પછી હવે તેઓ ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થશે.

આ છે ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા ટૂરની ટીમ –

ટી-20 ટીમઃ વિરાટ કોહલી (કૅપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ (વાઈસ કૅપ્ટન, વિકેટકીપર), મયંક અગ્રવાલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજૂ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી,નવદીપ સૈની, દીપક ચાહર અને ટી નટરાજન

વન-ડે ટીમઃ વિરાટ કોહલી (કૅપ્ટન), શુભમન ગિલ, શિખર ધવન, કેએલ રાહુલ (વાઈસ કૅપ્ટન, વિકેટકીપર), મનીષ પાંડે, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર અને સંજુ સેમસન (વિકેટકીપર)

ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કૅપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કૅપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતશ્વર પુજારા, પૃથ્વી શૉ, હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રૂષભ પંત (વિકેટકીપર0, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાઝ

sports sports news cricket news india australia rohit sharma virat kohli sanju samson