ભારત ટી૨૦ વર્લ્ડ કપનું ભવ્ય આયોજન કરશે : ગાંગુલી

10 April, 2021 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ભરપૂર શ્રેય મળવું જોઈએ, કેમ કે તેઓ લાંબા સમયથી બાયો-બબલમાં સમય પસાર કરી રહ્યા છે અને સારું ક્રિકેટ રમી રહ્યા છે.’

ફાઇલ ફોટો

કોરોનાના કેર વચ્ચે આઇપીએલનું આયોજન કરવા બદલ થઈ રહેલી ટીકાઓથી જરાય વિચલિત થયા વગર ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ કહે છે કે ભારત ઑક્ટોબરમાં ટી૨૦ વર્લ્ડ કપનું ભવ્ય આયોજન કરશે. 
ક્રિકેટ બોર્ડે દરેક રાજ્યના ક્રિકેટ બોર્ડને આઇપીએલની પહેલી મૅચ જોવા સ્ટેડિયમમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણપત્રમાં ગાંગુલીએ લખ્યું હતું કે ‘મને આશા છે કે આવતી સીઝન આપણે સામાન્ય સમયગાળામાં રહીને ઘરઆંગણે યોજીશું. સાથે-સાથે મને ભરોસો છે કે આપણે સર્વશ્રેષ્ઠ ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરીશું. દરેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ભરપૂર શ્રેય મળવું જોઈએ, કેમ કે તેઓ લાંબા સમયથી બાયો-બબલમાં સમય પસાર કરી રહ્યા છે અને સારું ક્રિકેટ રમી રહ્યા છે.’
જો કોવિડની પરિસ્થિતિ વધારે ન બગડે તો ક્રિકેટ બોર્ડ અન્ડર-19 ખેલાડીઓ માટે જૂન-જુલાઈમાં સ્થાનિક ટુર્નામેન્ટનું આયોજન કરવા ઇચ્છે છે.

sports news sports cricket news sourav ganguly