10 March, 2025 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝનનો અંતિમ રાઉન્ડ હવે રાયપુરમાં શરૂ થયો છે. ૧૨ માર્ચ સુધી ગ્રુપ-સ્ટેજની મૅચ બાદ ૧૬ માર્ચ સુધી અહીં નૉક-આઉટ મૅચ રમાશે. શનિવારે બ્રાયન લારાની ટીમ વેસ્ટ ઇન્ડીઝને સાત રને હરાવીને માસ્ટર-બ્લાસ્ટ સચિન તેન્ડુલકરની ટીમ ઇન્ડિયા માસ્ટર્સ ટુર્નામેન્ટની સેમી-ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની હતી. ગ્રુપ-સ્ટેજની પાંચેય મૅચ રમી ચૂકેલી ઇન્ડિયા માસ્ટર્સ ૧૩ માર્ચેની પહેલી સેમી-ફાઇનલ મૅચ માટે ક્વૉલિફાય થઈ છે. અન્ય ટીમોમાંથી શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ ફાઇનલમાં પહોંચવા માટે દાવેદાર છે.
|
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ 2025નું પૉઇન્ટ ટેબલ |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
નેટ રનરેટ |
|
ભારત |
૫ |
૪ |
૧ |
૮ |
+૧.૦૩૬ |
|
શ્રીલંકા |
૪ |
૩ |
૧ |
૬ |
+૦.૭૪૫ |
|
ઑસ્ટ્રેલિયા |
૪ |
૨ |
૨ |
૪ |
+૧.૯૧૯ |
|
વેસ્ટ ઇન્ડીઝ |
૪ |
૨ |
૨ |
4 |
-૦.૧૧૬ |
|
સાઉથ આફ્રિકા |
૪ |
૧ |
૩ |
૨ |
-૩.૦૮૫ |
|
ઇંગ્લૅન્ડ |
૩ |
૦ |
૩ |
૦ |
-૧.૭૮૫ |