ઇંગ્લૅન્ડ લાયન્સ સામે પહેલા જ દિવસે ઇન્ડિયા-Aએ ૪૦૦ રન ખડકી દીધા

01 June, 2025 06:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરુણ નાયર ૧૮૬ રને અને ધ્રુવ જુરેલ ૮૨ રને અણનમ, સરફરાઝ ખાન સદી ચૂક્યો

કરુણ નાયર

ગઈ કાલે ઇંગ્લૅન્ડના કૅન્ટરબરીમાં ઇન્ડિયા-A અને ઇંગ્લૅન્ડ લાયન્સ વચ્ચે બે મૅચની અનઑફિશ્યલ ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ હતી. પહેલી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતીય ટીમે ૯૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૪૦૯ રન ફટકારી દીધા હતા.

ઓપનર્સ યશસ્વી જાયસવાલ (૫૫ બૉલમાં ૨૪ રન) અને કૅપ્ટન અભિમન્યુ ઈશ્વરને (૧૭ બૉલમાં ૮ રન) ૧૨ રનની ઓપનિંગ ભાગીદારી કરીને ભારતને સાધારણ શરૂઆત અપાવી હતી. આઠ વર્ષ બાદ નૅશનલ ટીમમાં વાપસી કરનાર કરુણ નાયરે ત્રીજા ક્રમે બૅટિંગ કરીને ૨૪૬ બૉલમાં ૨૪ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૮૬ રનની અણનમ ઇનિંગ્સ રમી છે. ધ્રુવ જુરેલ (૧૦૪ બૉલમાં ૮૨ રન અણનમ) અને સરફરાઝ ખાન (૧૧૯ બૉલમાં ૯૨ રન) પણ ઝળક્યા હતા. 

india england indian cricket team cricket news sports sports news karun nair