✕

યશસ્વી-રાહુલના ફરી ફ્લૉપ શો પછી ઇન્ડિયા A માટે દેવદત્ત પડિક્કલ અને સાઈ સુદર્શને લડત આપી

26 October, 2026 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લિંકનની લીલીછમ પિચ પર ભારત અને ન્યુ ઝીલૅન્ડની A ટીમો વચ્ચે પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે પણ રસપ્રદ રમત જોવા મળી હતી. ઇન્ડિયા Aને ૧૧૩ રનમાં ઑલઆઉટ કરીને ન્યુ ઝીલૅન્ડની A ટીમે પહેલી ઇનિંગ્સમાં ૮૯.૩ ઓવર રમીને ૩૧૭ રન કર્યા હતા.

કે.એલ. રાહુલ બૉલને સ્ટમ્પ તરફ જતાં અટકાવવાના ચક્કરમાં હિટ વિકેટ થઈને તંબુભેગો થયો હતો.

લિંકનની લીલીછમ પિચ પર ભારત અને ન્યુ ઝીલૅન્ડની A ટીમો વચ્ચે પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે પણ રસપ્રદ રમત જોવા મળી હતી. ઇન્ડિયા Aને ૧૧૩ રનમાં ઑલઆઉટ કરીને ન્યુ ઝીલૅન્ડની A ટીમે પહેલી ઇનિંગ્સમાં ૮૯.૩ ઓવર રમીને ૩૧૭ રન કર્યા હતા. બીજા દિવસના અંતે ઇન્ડિયા A ટીમે બીજી ઇનિંગ્સમાં ૩૬ ઓવરમાં ૧૦૬-૨નો સ્કોર કર્યો હતો. ભારત હજી ૯૮ રનથી પાછળ છે.
બીજી ઇનિંગ્સમાં ૪.૪ ઓવરમાં ૧૦ રનના સ્કોર પર ભારતના બન્ને ઓપનર્સ આઉટ થયા હતા. યશસ્વી જાયસવાલે ૯ બૉલમાં પાંચ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થનાર કે.એલ. રાહુલ ૧૫ બૉલમાં ૪ રનના સ્કોર પર હિટ વિકેટ આઉટ થયો હતો. દેવદત્ત પડિક્કલ ૮૯ બૉલમાં ૫૬ રન અને સાઈ સુદર્શને ૧૦૪ બૉલમાં ૩૯ રન કરીને અંત સુધી ટકી રહીને જબરદસ્ત લડત આપી હતી.

india new zealand cricket news sports news sports yashasvi jaiswal kl rahul devdutt padikkal sai sudharsan