પંત પાસે હવે બે જ દિવસ છે : ગાવસકર

16 June, 2022 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકા સામે ભારતની હવે બે ટી૨૦ બાકી છે

રિષભ પંત

સાઉથ આફ્રિકા સામે ભારતની હવે બે ટી૨૦ (શુક્રવારે રાજકોટમાં, રવિવારે બૅન્ગલોરમાં) બાકી છે અને એને ધ્યાનમાં રાખીને સાવ સાધારણ કૅપ્ટન્સીનું પ્રદર્શન કરનાર વિકેટકીપર રિષભ પંત વિશે સુનીલ ગાવસકરે જણાવ્યું હતું, ‘પંત પાસે હવે બે દિવસ છે, તેણે પોતાની બૅટિંગ વિશેના અપ્રોચ બાબતમાં ઊંડાણથી વિચાર કરી લેવાની જરૂર છે. તે ટેસ્ટમાં સારું પર્ફોર્મ કરી શકે છે, પણ એ જ સફળતાને ત્રણ ઇન્ટરનૅશનલમાં નથી જાળવી શક્યો.’

sports sports news cricket news india south africa Rishabh Pant sunil gavaskar