13 November, 2026 09:25 AM IST | Oman | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાની ફાસ્ટ બોલર રિઝવાનુલ્લાહ પાંચ વિકેટ લઈને બન્યો મૅચનો હીરો, ભારતીય કૅપ્ટન લક્ષ્ય રાયચંદાની ૯૩ રન ફટકારીને બન્યો પ્લેયર ઑફ ધ મૅચ
ઓમાનમાં આયોજિત અન્ડર-19 મેન્સ વન-ડે એશિયા કપ 2026ની ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. આવતી કાલે ૧૪ નવેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો ફાઇનલમાં ટકરાશે.
બન્ને ટીમો આ ટુર્નામેન્ટમાં સતત બીજી વખત અને ઓવરઑલ ચોથી વખત ફાઇનલમાં ટકરાશે. અગાઉ ૨૦૧૨, ૨૦૧૩-’૧૪ અને ૨૦૨૫ની સીઝનમાં બન્ને ટીમો વચ્ચે ફાઇનલનો જંગ જામ્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમે સતત ત્રીજી વખત અને ઓવરઑલ ૧૧મી વખત એન્ટ્રી કરી છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાન પાંચમી વખત ફાઇનલ મૅચ રમશે.
બંગલાદેશ સામેનો ૧૩૯ રનનો લક્ષ્યાંક માત્ર ૨૧.૫ ઓવરમાં ચેઝ કરી લીધો પાકિસ્તાને
પહેલી સેમી-ફાઇનલમાં પાકિસ્તાને બંગલાદેશને ૯ વિકેટે માત આપી હતી. બંગલાદેશની ટીમે ૩૧.૪ ઓવરમાં ઓપનર ૧૩૮-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં પાકિસ્તાને ૧૨૩ રનની ઓપનિંગ પાર્ટનરશિપની મદદથી ૨૧.૫ ઓવરમાં ૧૪૧-૧નો સ્કોર કર્યો હતો.
અફઘાનિસ્તાનના ૨૨૮ રનના ટાર્ગેટ સુધી ૧૩ ઓવર પહેલાં જ પહોંચી ગયું ભારત
બીજી સેમી-ફાઇનલ મૅચમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે ૮ વિકેટે જીત નોંધાવી હતી. અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં ૨૨૭-૮નો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમે બે વિકેટના નુકસાન સાથે ૩૬.૫ ઓવરમાં ૨૩૦ રન કરીને ૧૩ ઓવર બાકી રાખીને મૅચ જીતી લીધી હતી.