11 March, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીન્દ્ર જાડેજા અને કે. એલ. રાહુલ સાથે જીતની ઉજવણી કરવા મેદાન પર દોડી આવ્યા ભારતીય પ્લેયર્સ.
કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મૅચ જોતો સ્ટેડિયમમાં દેખાયો હતો. અહીં તે રુમર્ડ ગર્લફ્રેન્ડ આર. જે. મહવાશ સાથે જોવા મળ્યો હતો.
તેમના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા હતા. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સહિત અનેક જાણીતા ચહેરા આ ફાઇનલ મૅચ જોવા દુબઈ પહોંચ્યાં હતાં.