બીજી ટેસ્ટમાં દર્શકો માટે ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત

09 February, 2021 08:24 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

બીજી ટેસ્ટમાં દર્શકો માટે ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત

પ્રતીકાત્મક તસવીર

એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મૅચ પૂરી બાદ બીજી ટેસ્ટ મૅચ આ જ સ્ટેડિયમમાં ૧૩મી ફેબ્રુઆરીથી રમાશે. આ બીજી ટેસ્ટ મૅચ માટે ટિકીટોનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને સ્ટેડિયમના ૨૦૧૨થી બંધ રખાયેલા ત્રણ સ્ટેન્ડ પણ પહેલીવાર ખોલી દેવામાં આવ્યા છે. તામિલ નાડુ ક્રિકેટ અસોસિયેશન (ટીએનસીએ) પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ બીજી ટેસ્ટ મૅચ જોવા આવનારા દર્શકો માટે ફેસ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત કરવામાં આવ્યા છે. સાથે સાથે જે પણ પ્રેક્ષકમાં કોરોનાના લક્ષણ દેખાશે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. વળી જે કોઈપણ દર્શકે રંગભેદ કે ખેલમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડી તો તેમની સામે કડક કાનૂની પગલા લેવામાં આવશે. બીજી ટેસ્ટ મૅચ માટે ટીએનસીએ અંદાજે ૧૫,૦૦૦ જેટલી ટિકીટોનું વેચાણ કરવાનો ટાર્ગેટ રાખે છે.

sports sports news cricket news chennai india england test cricket